જૂનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહતં સ્વામીનું ભવ્ય સ્વાગત

  • October 02, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં ગઈકાલે બપોરે અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મહતં સ્વામી મહારાજની પધરામણી થઈ હતી. કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ પાયલોટિંગ કાર સાથે તેઓ અક્ષર મંદિરે પધાર્યા હતા તે સમયે તમામ હરિભકતો દ્રારા મહતં સ્વામી મહારાજનું પુષ્પ વર્ષાથી સ્વાગત કયુ હતું. ત્યારબાદ ૯૧ વર્ષની વય હોવાથી હરિભકતો દ્રારા ખાસ તૈયાર કરાયેલ કાગળના ૯૧ ફટના હાર બનાવી પહેરાવવામાં આવ્યો હતો.હારની મુખ્ય ખૂબી એ હતી કે કાગળની ડિઝાઇન ની કોતરણીમાં તમામ હરિભકતોના નામ પણ લખાયા હતા મોટા પુષ્પો રાખેલા હારમાં કાગળોમાં જ નામ લખ્યા હતા.મહતં સ્વામીના દર્શન ન થાય ત્યાં સુધી ૧૭૭ હરિભકતો પુષ, ૨૭૫ મહિલા હરિભકતો તથા બાળ યુવા અને યુવતીઓએ સળગં ચાર દિવસના નિર્જળા ઉપવાસ, બે મહિનાના પારણા ધારણા, સજળા ઉપવાસ, સહિતના વ્રત કર્યા હતા. તેમજ મહતં સ્વામી મહારાજ એ પ્રસન્ન થઈ ભકતોના પારણા માટે લીંબુના શરબતમાં પુષ્પો વેરીને પ્રસાદ પે આપ્યા હતા.આવતીકાલે મહતં સ્વામી વિરામ કરશે યારે નવરાત્રી ના દિવસથી સવારથી તેના પૂજા દર્શન થશે. ત્યારબાદસ્વાગત દિન, શુક્રવારે સમીપ દર્શન (શહેર), શનિવારે વિધામંદિર દિન, રવિવારે સંસ્કૃતિ દિન, સોમવારે મહિલા સંમેલન તથા અક્ષર પુષોત્તમ મહારાજ સુવર્ણ તુલા, મંગળવારે કલ્યાણ મૂર્તિ સ્વામીનો વિસ્તાર તથા સમીપ દર્શન (ગ્રામ્ય), બુધવારે બાળ યુવા દિન, ગુવારે સમીપ દર્શન (ગ્રામ્ય–૨), તા.૧૩ના શરદપૂર્ણિમાના દિવસે પ્રતીક સભાનું આયોજન કરવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application