ભારત VS. ઑસ્ટ્રેલિયા ડે નાઇટ ટેસ્ટ પર કોરોનાનું ગ્રહણ ? ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ સંસ્થાનું નિવેદન

  • November 17, 2020 03:57 PM 618 views

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ડે નાઈટ હશે. અને પ્રથમ વખત ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે ડે-નાઈટ ટેસ્ટમાં રમશે. આ મેચ એડિલેડમાં રમાવાની છે જેને લઈ મંગળવારે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ સંસ્થા તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે... 

 

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહેલી ઐતિહાસિક મેચ એડિલેડમાં છે. જે દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં આવે છે અને જ્યાં કોરોનાનો વ્યાપ વધુ પ્રમાણમાં છે. જેને લઈ સરકારની સાથે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ સંસ્થા પણ આ મામલે નજર રાખી રહી છે. અને મંગળવારે એક નિવેદન બહાર પાડતાં તેઓએ કહ્યું છે કે, "ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સતત દક્ષિણ ઑસ્ટ્રેલિયાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મેચને લઈ સાવચેતીના પગલાં લઈ રહી છે".

 

ચાર મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત એડિલેડમાં ડે નાઇટ ટેસ્ટ મેચથી થશે. અને મેચ 17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત ઑસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ રમશે. જોકે પાછલા પ્રવાસ પર ભારતીય ટીમે આવી ટેસ્ટ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો.

 

ડે નાઇટ ટેસ્ટ રમ્યા બાદ વિરાટ કોહલી પરત ફરશે

 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ચાર મેચની શ્રેણીની પ્રથમ મેચ રમ્યા બાદ ભારત પરત ફરશે. કોહલી પહેલીવાર પિતા બનવા જઈ રહ્યો છે અને તે આવા સમયે પત્ની અનુષ્કા શર્મા સાથે રહેવા માંગે છે. જેને લઈ બીસીસીઆઈ પાસે પિતૃત્વની રજા માંગી હતી, જેની મંજૂરી આપવામાં આવી છે.

 

દર્શકો ડે નાઇટ ટેસ્ટમાં રહેશે

 

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ ઐતિહાસિક રહેશે. આ મેચ માટે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આશરે 27 હજાર જેટલા પ્રેક્ષકો મેચનો આનંદ માણી શકશે....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application