ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજયો

  • September 02, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાર્થીઓને મોમેન્ટો અર્પણ કરાયા: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

જામનગરમાં સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૨૩ બેચના સ્નાતક વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ ગત તા.૨૮ ઓગસ્ટના રોજ એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો.નયના પટેલના પ્રેરણાદાયી સંદેશ સાથે કરાઈ હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરિશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્ર્મમાંં, ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમના અનુભવો અને યાદોના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તથા અન્ય મહાનુભાવો દ્વારા ૭૯ જેટલા વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ખેસ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન ડો. વિશા તમાકુવાલાએ કર્યું હતું.
ઉક્ત સમારોહમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ક્ધટ્રોલર ઓફ એકઝામીનેશન નિલેશ સોની, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, વાલીઓ, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application