ધો. 12 સાયન્સનું જામનગર જિલ્લાનું ગ્રેડવાઈઝ પરિણામ જાહેર: એ વનમાં 111 અને એ ટુમાં 382 છાત્ર

  • July 17, 2021 01:23 PM 

આજે સવારે બોર્ડ દ્વારા વેબસાઇટ પર રીઝલ્ટ જાહેર કરાયું: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગ્રેડવાઈઝ પરિણામમાં એવનમાં માત્ર એક અને એ ટુ માં 39 વિદ્યાર્થીનો સમાવેશ: સ્કૂલો દ્વારા માર્કશીટ અપાશે

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર જીલ્લાનું ગ્રેડવાઇઝ પરિણામ જોતા એ વનમાં 111 અને એટુ માં 382, બી વનમાં 528 અને બીટુ માં 465 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવન માં માત્ર એક છાત્ર અને એ ટુ મા 39 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે શાળાઓ દ્વારા પરિણામ વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં આપવામાં આવશે.

મહામારી કોરોનાના કારણે શૈક્ષણિક કારકિર્દીમાં અતી મહત્વની ગણાતી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં ધોરણ10ના પરિણામો જાહેર કરાયા બાદ આજે સવારે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12 સાયન્સનું પરિણામ મૂકવામાં આવ્યું હતું જે તે સ્કૂલો દ્વારા પરિણામો સાઇટ પર જોવામાં આવ્યા હતા.

આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જામનગર જીલ્લાનું ગ્રેડ વાઇઝ પરિણામ પર એક નજર કરીએ તો, જામનગર જિલ્લામાં કુલ 1736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં એવન ગ્રેડમાં 111 -, એ ટુ માં 382, બી વન માં 528, બી ટુમાં 465, સી વનમાં 198, સી ટુ માં 44, ડી-માં સાત છાત્રનો સમાવેશ થાય છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગ્રેડ વાઈઝ પરિણામ જોઈએ તો જિલ્લામાં કુલ 366 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં એવન ગ્રેડમાં માત્ર એક અને એટુ માં 39 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે,

આ ઉપરાંત બી વનમાં 104, બીટુ માં 128, સી વનમાં 77, સીટુ માં 17, ડી માં ઝીરો, વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, આજે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જે તે સ્કૂલો દ્વારા પરિણામ નિહાળીને આ અંગે ની માર્કશીટ બનાવવામાં આવશે અને પછી વિદ્યાર્થીઓને જે તે સ્કૂલોમાંથી રીઝલ્ટ આપવામાં આવશે, કોરોનાના કારણે આ વર્ષે બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો અને અગાઉ દસમાનું રિઝલ્ટ જાહેર કર્યા બાદ આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું હતું અને આગામી દિવસોમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ બોર્ડ દ્વારા મુકવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS