નીટના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેસ માર્કસ મેળવનારા ૧૫૬૩ વિધાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બધં નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ૨ સાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી ૮મી જુલાઈએ થશે. ગ્રેસ માર્કસ મેળવનાર ઉમેદવારોની પુન:પરીક્ષા ૨૩ જૂને લેવામાં આવશે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ નીટ યુજી કેસની સુનાવણી કરી રહી છે. એનટીએ તરફથી કહેવામાં આવ્યું છે કે વિધાર્થીઓના ડરને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અરજીદારોએ કાઉન્સેલિંગ પર પ્રતિબધં મૂકવાની પણ માંગ કરી હતી. ટૂંકમાં કોર્ટ ૩ અરજીઓ પર વિચારણાં કરી રહી છે જેમાં અનિયમિતતાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્રારા ૧૫૦૦થી વધુ ઉમેદવારોને લોસ ઓફ ટાઈમના આધારે પરીક્ષામાં ગ્રેસ માકિગ આપવાના સંબંધમાં શંકા વ્યકત કરવા નીટ યુજી ૨૦૨૪ ના પરિણામને પડકારાયા છે.
તેમાંની એક અરજી ફિઝિકસ વાલાના સીઈઓ અલખ પાંડે દ્રારા દાખલ કરવામાં આવી હતી. દાખલ કરાયેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રેસ માકર્સ આપવાનો એનટીએનો નિર્ણય મનસ્વી હતો. પાંડેએ કથિત રીતે લગભગ ૨૦,૦૦૦ વિધાર્થીઓ પાસેથી રજૂઆતો એકત્રિત કરી હતી, જે દર્શાવે છે કે ઓછામાં ઓછા ૧,૫૦૦ વિધાર્થીઓને ગ્રેસ માર્કસ તરીકે ૭૦–૮૦ માર્કસ આપવામાં આવ્યા હતા.
નીટની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારથી જ મોટો વિવાદ ભભૂકયો છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એનટીએએ ગ્રેસ માકર્સ રદ કરવાની જાણકારી આપી છે. નીટના જે વિધાર્થીઓને ગ્રેસ માકર્સ આપવામાં આવ્યા છે તે માન્ય ગણાશે. આવા ૧૫૬૩ વિધાર્થીઓ પાસે બે વિકલ્પ રહેશે, ફરીથી પરીક્ષા આપો અથવા તો ગ્રેસ માકર્સ વગરના માકર્સ સાથે આગળ વધો. ૨૩મી જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે અને ૩૦મી જૂને પરિણામ મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech