કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી 36 કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શું વાંધો હતો ? એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હીરાસર એરપોર્ટ ખુબ દૂર હોવાથી હેરાનગત થવુ પડે છે જેથી મસ મોટા ટેક્સીઓને ભાડાઓ ચૂકવવા પડે અને સમય પણ વેડફાય છે. હીરાસર એરપોર્ટમા તો નામ બડે દર્શન ખોટેજેવો હાલ સર્જાયો છે.લોકસભા ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરી ઉતાવળે ઉદ્ઘાટનો કરી દીધા પરંતુ વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી ના હોય,ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય,પાર્કિંગના નામે લૂંટ ચલાવવી,રનવે પર પશુ-પક્ષી-પ્રાણીઓ ચડી આવવા જેવા કિસ્સાઓ એ ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓની મશ્કરી કરી સમાન છે.હીરાસર ઈન્ટરનેશન એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભર્યું નથી અને હજુ આવનારા સમયમા ઊડશે પણ નહીં કારણ કે ભાજપ સરકાર માત્ર ખોટીમોટી જાહેરાતો કરવામા માહિર છે તેવા પ્રહારો કયર્િ હતા. ભાજપ સરકારે બિલ્ડરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા ગરીબ ખેડૂતોની જમીન હડપવાનુ શરૂ કરી નવુ ખોટુ દિંડક જેવુ હીરાસર એરપોર્ટ ઉભુ કર્યૂ છે.જૂના એરપોર્ટની અબજો રૂપિયા કિમંતની જમીન પર ભાજપ સરકારની અને તેના મળતિયા જમીન માફિયાઓની નિયત ખરાબ હોવાને કારણે ઉતાવળે એરપોર્ટ સ્થળાંતર કયર્નિો ગંભીર આક્ષેપો કોંગ્રેસે કયર્િ હતા. વધુમા જણાવ્યુ હતુ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનુ પાટનગર છે ત્યારે વેપારઉદ્યોગ,કાર્ગો સુવિધાઓ,વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ, પ્રવાસન પ્રોત્સાહન,તબીબી ક્ષેત્ર જેવી બાબતોમા ઈન્ટરનેશનલ ફ્લાઇટોનુ ઉડાન એ વિકાસ વેગવંતો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આ તમામ બાબતોએ સૌરાષ્ટ્રવાસીઓએ વિદેશ જવા માટે અમદાવાદ,મુંબઈ અને દિલ્લી સુધી લાંબુ થવુ પડે તે દુ:ખદ છે.આજે કોંગ્રેસે બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેનો પર નકલી નોટોનો વરસાદ કરી ભાજપ સરકારનો અનોખો રીતે વિરોધ કર્યો હતો કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના આંધણ શા માટે ! અનેકવિધ સ્લોગનના પ્લે કાર્ડ પરરાજકોટ એરપોર્ટ માત્ર હવા હવાઈસૌરાષ્ટ્ર લોકોને મામા બનાવાનું બંધ કરો જેવા સૂત્રો સાથે એરપોર્ટની નરવી વાસ્તવિકતાઓ રજુ કરી જોરચોરથી નારેબાજી કરીને હીરાસર એરપોર્ટના ફોટો પર સિંગમ ચોંટાડીને ભાજપ સરકાર તાકીદે એરપોર્ટ સુવ્યવસ્થિત શરૂ કરવા માંગ કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા,કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત,સુરેશ બથવાર,મયૂરસિંહ પરમાર, રણજીત મુંધવા,દિલીપ આસવાણિ,ગૌરવ પૂજારા,રાજુ અમરણિયા, અનિલ રાઠોડ,જગુભા જાડેજા,સેવાદળના પ્રમુખ જીત સોની,યશ ભીંડોરા,એરોન ક્રિસિયન,સુનિલ સોરઠિયા,પ્રદ્યુમન બારડ,રોનક રવૈયા સહિત અનેક કાર્યકારોએ સફળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech