ડેટા સુરક્ષાની ચિંતાઓ વચ્ચે, ગુગલ સર્ચ પર એક સરળ કિલક દ્રારા નાગરિકોના આધાર અને પાન કાર્ડ ડેટા લીક થયા હોવાના અહેવાલ પછી કેન્દ્ર સરકારે કેટલીક વેબસાઇટસને બ્લોક કરી દીધી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ આધારની માહિતી જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધના ઉલ્લંઘન બદલ સંબંધિત પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધાવી છે.
કેન્દ્રીય આઈટી મંત્રાલય, ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય,કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી–ઇન) ને જાણવા મળ્યું હતું કે નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ વ્યકિતગત રીતે ઓળખી શકાય તેવી માહિતી નવી મુંબઈની બે વેબસાઈટ પરથી બહાર આવી રહી છે. કંપનીઓની પ્રાથમિક તપાસ બાદ તેને બ્લોક કરવામાં આવી હતી. યુઆઈડીએઆઈ અને સીઇઆરટી–ઇન આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. સીઇઆરટી–ઇન એ આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરતી તમામ સંસ્થાઓ માટે સુરક્ષિત એપ્લિકેશન ડિઝાઇન, વિકાસ, અમલીકરણ અને સંચાલન માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. કોઈપણ વ્યકિત અથવા સંસ્થાના ડેટા લીક થવાના કિસ્સામાં, કોઈ ફરિયાદ દાખલ કરવા અને વળતર મેળવવા માટે આઈટી એકટની કલમ ૪૬ હેઠળ નિર્ણાયક અધિકારીનો સંપર્ક કરી શકે છે. રાયોના આઈટી સચિવોને આઈટી એકટ હેઠળ ન્યાયિક અધિકારીઓ તરીકે સત્તા અપાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાંગશીયાળીનો શખસ ૧૧૨ બોટલ દારૂ અને દેશી તમંચા સાથે ઝડપાયો
January 24, 2025 11:19 AMઆટકોટ પાસેથી SMCએ ટેન્કરમાંથી ૮૦ લાખનો દારૂ પકડયો
January 24, 2025 11:16 AMખંભાળિયા એપીએમસીમાં મગફળી પ્રોસેસીંગ યુનિટ-ઓઇલ મિલ કાર્યરત
January 24, 2025 11:15 AMઠંડીમાં સામાન્ય વધઘટ: નલિયા સિવાય બધે જ ડબલ ફિગરમાં
January 24, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech