બોલિવૂડનો જાણીતો એક્ટર ગોવિંદા ઘાયલ થયો છે. તેને પગમાં ગોળી વાગી હતી. આ બનાવ આજે સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે અકસ્માતે તેના જ હાથે ગોળી વાગી હતી અને પગમાં ગોળી ઘુસી ગઈ હતી .જે બાદ ગોવિંદાને ખુબ લોહી વહી ગયું હતું અને તેને ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં તેની તબિયત સ્થિર ગણાવાઈ રહી છે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજા આ ઘટના સમયે કલકત્તામાં હતી. જ્યારે તેને આ ઘટનાની જાણકારી મળી તો તે તરત જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના આજે સવારે 4:45 વાગ્યે થઈ હતી. ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂકને પોતાની કસ્ટડીમાં લઈ લીધી. જે બાદ પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. ગોવિંદાના પગમાં ગોળી વાગ્યા બાદ ખૂબ લોહી વહી ગયું છે. જેના કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હાલમાં ગોવિંદા અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. કેસની તપાસ ચાલી રહી છે.
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે હું અને ગોવિંદા આજે સવારે કલકત્તા જવાના હતા. હું એરપોર્ટ પર પહોંચ્યો અને ગોવિંદાની રાહ જોઈ રહ્યો હતો. તે રિવોલ્વર સાફ કરીને અલમારીમાં રાખતો હતો. આ દરમિયાન પિસ્તોલ જમીન પર પડી હતી, જે બાદ ગોળી છૂટી અને ઘૂંટણ નીચે વાગી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગોવિંદાએ આ દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યુઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે
ગોવિંદાએ ઓડિયો મેસેજ દ્વારા આપ્યું હેલ્થ અપડેટ
ગોવિંદાએ પોતે પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે: ‘જે ગોળી મને વાગી હતી તે તમારી અને ગુરુની કૃપાથી તે દૂર થઈ ગઈ છે. હું ડોકટરોનો આભાર માનું છું. તમારી બધી પ્રાર્થનાઓ માટે પણ આભાર.’ ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ કહ્યું, હાલમાં હું મારા પિતા સાથે આઈસીયુમાં હાજર છું. પિતાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. ગોળી વાગ્યા બાદ પપ્પાનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને ઓપરેશન સફળ રહ્યું છે. તબીબો દ્વારા તમામ ટેસ્ટ કરવામાં આવ્યા છે, રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે.ડોકટરો સતત પપ્પાની દેખરેખ રાખી રહ્યા છે. ચિંતા કરવાની જરૂર નથી.
કઈ રીતે બની ઘટના
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે અભિનેતા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. તે કેસમાં તેની લાઇસન્સવાળી રિવોલ્વર રાખતો હતો અને અચાનક તેના હાથમાંથી બંદૂક પડી ગઈ અને ગોળી વાગી. ડોક્ટરે ગોળી કાઢી નાખી છે અને તેમની હાલત સારી છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મેનેજરે એમ પણ કહ્યું કે આ ભગવાનની કૃપા છે કે ગોવિંદા જીને માત્ર પગમાં ઈજા થઈ છે અને કંઈ ગંભીર થયું નથી.
ગોળી વાગી કે પછી...?
મુંબઈ પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે કે, ગોળી ભૂલથી વાગી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હોય શકે. હાલ પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે. જુહુમાં રહેતા 60 વર્ષીય ગોવિંદા અથવા તેના પરિવારના સભ્યો દ્વારા હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ઘટના બની ત્યારે ગોવિંદાના ઘરમાં તેનો ઘર નોકર અને ડ્રાઈવર ઉપરાંત તેની પુત્રી પણ હાજર હતા તેમના પત્ની કોલકાતા ગયા હોવાથી ઉપસ્થિત ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech