તીવ્ર ગરમીના એંધાણ વચ્ચે વીજળીની માગને પહોંચી વળવા સરકારની તૈયારી

  • April 03, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે તીવ્ર ગરમીની આશંકાઓ વચ્ચે દેશમાં વીજળીની માંગને પહોંચી વળવા સરકારી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વધતી ગરમીને કારણે દેશમાં વીજળીની મહત્તમ માંગ 260 ગીગાવોટ સુધી પહોંચવાની ધારણા છે તે ધ્યાનમાં લેતા, કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળી પર વધુ પડતી નિર્ભરતાની શક્યતા છે. પાવર મિનિસ્ટ્રીનું અનુમાન છે કે આ અંદાજ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિર્ધિરિત 243 ગીગાવોટના રેકોર્ડ કરતા વધારે છે.
મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે દેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, વીજળીની માંગમાં પણ નોંધપાત્ર વધારો થશે અને મંત્રાલય તેને ધ્યાનમાં રાખીને તેની તૈયારી કરી રહ્યું છે. એક અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે કે દેશભરના જળાશયોમાં પાણીનું સ્તર નીચું હોવાને કારણે આ વર્ષે હાઇડ્રો પાવરનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું રહેશે. આ સ્થિતિમાં, કોલસા આધારિત પાવર પ્લાન્ટ અને સૌર ઉર્જા દેશમાં વીજળીની ઊંચી માંગનો મોટો હિસ્સો પૂરી કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે પીક ડિમાન્ડને પહોંચી વળવા પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે કારણ કે નવીનીકરણીય ક્ષમતાઓ સતત વધી રહી છે. આ ઉપરાંત સોલાર એનજીર્ પણ માંગને પહોંચી વળવામાં ઘણી મદદ કરશે.
મંત્રાલયે તમામ વીજ ઉત્પાદન કંપ્નીઓ, ખાસ કરીને કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સને તેમની જાળવણી યોજનાઓ મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય વીજળી ઉત્પન્ન કરવા માટે ગેસ આધારિત પાવર પ્લાન્ટ ઉપલબ્ધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયના અધિકારીઓ વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નિયમિત સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application