આગામી દિવસોમાં યોજાનારી ગ્લોબલ રીન્યુબલ એનર્જી સમિટને ધ્યાનમાં રાખીને ગઈકાલે સ્ટેક હોલ્ડરની મહત્વની બેઠક મહાત્મા મંદિર ખાતે બોલાવવામાં આવી હતી. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક માં કેટલાક મહત્વના સૂચનોની આપ લે કરવામાં આવી હતી ત્યારબાદ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં રિવ્યુએબલ એનર્જી ઉત્પાદન માટે વધુનેવધુ પ્લાન્ટ સ્થાપી શકાય તે દિશામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્રારા કોઈપણ સ્થળે વિજ ઉત્પાદન થાય તો ત્યાંથી વીજ પરિવહન માટે સરકાર પોતાના ખર્ચે કનેકિટવિટી આપશે આ નિર્ણયના પરિણામે આવતા દિવસોમાં ગુજરાતમાં એનર્જી ક્ષેત્રે મોટા પાયે રોકાણ થશે તેવી આશા પણ વ્યકત કરવામાં આવી હતી.ગાંધીનગર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાલે રિન્યુએબલ એનજીર્ના સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક મળી હતી. ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કોઈ પણ સ્થળે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટને સ્થાપી શકાય તે દિશામા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્રારા મહત્વના નિર્ણયને જાહેર કરવામાં આવ્યો હતો. એ નિર્ણય અનુસાર હવે ગુજરાતમાં કોઈ પણ સ્થળે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન થાય તો ત્યાંથી વીજવહન માટે સરકારના ખર્ચે કનેકિટવિટી મળી શકશે. આ છુટછાટને પગલે રાયમાં મોટાપાયે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આવશે તેવી શકયતા છે. તા.૧૬મી સપ્ટેમ્બરે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપો– ૨૦૨૪નો આરભં થઈ રહ્યો છે. ત્રણ દિવસની આ મીટમાં વિશ્વભરમાંથીરિન્યુએબલ એનર્જી સેકટરના રોકાણકર્તા, ઉત્પાદકો, ટેકનોક્રેટ ઉપસ્થિત રહશે. જેમાં ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેકટર જયપ્રકાશ શીવહરેએ કહ્યુ કે, સાંપ્રતકાળે રિન્યુએબલ એનજીર્ના નાના ઉત્પાદકોને સબ સ્ટેશન નજીક જ પ્લાન્ટ સ્થાપવા પડે છે. હવેથી ઉત્પાદક કોઈ પણ સ્થળે પ્લાન્ટ સ્થાપે તો ત્યાંથી કનેકિટવિટીનું નેટવર્ક તૈયાર કરી આપવામાં આવશે. પરિણામે આવતા દિવસોમાં રીન્યુઅલ ક્ષેત્રે વધુને વધુ રોકાણ પ્રા થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech