નગરપાલિકાઓના નવા બિલ્ડિંગના નિર્માણ માટે રૂપિયા ત્રણથી રૂપિયા 6 કરોડ સુધીની ગ્રાન્ટ આપવાનો નિર્ણય સરકારે લીધા પછી હવે બીજા તબક્કામાં જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોને નવા બિલ્ડિંગના નિર્માણ માટે અત્યાર સુધી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોટો વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ જિલ્લા પંચાયતોને નવા બિલ્ડીંગના નિર્માણ માટે અત્યાર સુધી રૂપિયા 38 કરોડની ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે હવે વધારીને 52 કરોડ અથવા ખરેખર થયેલ ખર્ચ એ બે માંથી જે ઓછું હશે તે મુજબ સરકાર સહાય આપશે.
તાલુકા પંચાયતોના બિલ્ડીંગ બોર્ડના નિર્માણ માટે સરકાર દ્વારા અત્યાર સુધી રુ. 3.10 કરોડ ની ગ્રાન્ટ ચૂકવવામાં આવતી હતી. પરંતુ હવે તે વધારીને રૂપિયા પાંચ કરોડ અથવા તો બિલ્ડીંગ નિર્માણમાં થયેલા વાસ્તવિક ખર્ચ માંથી જે ઓછું હશે તે ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
10000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પંચાયત ઘર નિર્માણ માટે અગાઉ રૂપિયા 27 લાખની ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વધારીને રૂપિયા 40 લાખ કરવામાં આવી છે. પાંચથી દસ હજારની વસ્તી ધરાવતા
ગ્રામ પંચાયત માટે હવે સરકાર 25 લાખની સહાય આપશે જે અત્યાર સુધી રૂપિયા 17 લાખ આપવામાં આવતી હતી. ગ્રામ પંચાયતોના નવા બિલ્ડીંગ સાથે તલાટી કમ મંત્રી આવાસ બનાવીને ગ્રામ્ય સ્તરે તલાટીઓ નિયમિત રીતે ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા પણ સરકારે અમલમાં મૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech