ઓનલાઈન કરવામાં આવતા શોપિંગમાં છેતરપિંડીના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. ઘણી વખત ગ્રાહકો મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપે છે અને બદલામાં તેમને કંઈક બીજું આપવામાં આવે છે. પણ હવે આવું નહીં થાય. કેન્દ્ર સરકારે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ઈ–કોમર્સ પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકાનો ડ્રાટ જારી કર્યેા છે. આ માર્ગદર્શિકા સ્વ–નિયમનકારી હશે. દેશમાં ડિજિટલ શોપિંગના ઝડપથી વધી રહેલા વલણ વચ્ચે સરકારે આ પગલું ભયુ છે. ભારતીય માનક બ્યુરો () એ ખાધ અને ગ્રાહક બાબતોના મંત્રાલયના દેખરેખ હેઠળ માર્ગદર્શિકા તૈયાર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેશ ઓન ડિલિવરીમાં રિફડં પ્રક્રિયા ગ્રાહકની પસંદગી મુજબ હોવી જોઈએ. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ડ્રાટ પર સંબંધિત પક્ષો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.
આ માર્ગદર્શિકા ત્રણ તબક્કાઓ પર આધારિત છે – વ્યવહાર પહેલાનો, કરાર બનાવવાનો અને વ્યવહાર પછીનો તબક્કો. આ મુજબ, પ્લેટફોમ્ર્સ માટે વ્યવસાયિક ભાગીદારો, ખાસ કરીને તૃતીય–પક્ષ વિક્રેતાઓનું કેવાયસી કરવું જરી બનશે. ગ્રાહકો ઉત્પાદનની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરી શકે તે માટે ઉત્પાદનની વિગતવાર માહિતી જેમ કે શીર્ષક, વેચનારની સંપર્ક વિગતો, ઓળખ નંબર પ્રદાન કરવો જરી રહેશે. આયાતી માલ માટે, આયાતકાર, પેકર અને વેચનારની વિગતો પ્લેટફોર્મ પર સ્પષ્ટ્રપણે પ્રદર્શિત કરવાની રહેશે.
કરાર રચના માર્ગદર્શિકા અનુસાર, ઈ–કોમર્સ પ્લેટફોમ્ર્સે ગ્રાહક સંમતિ મેળવવી પડશે, વ્યવહારોની સમીક્ષા કરવી પડશે, તેમજ રદ કરવા, વળતર અને રિફડં માટે પારદર્શક નીતિઓ રાખવી પડશે. પ્લેટફોમ્ર્સે ગ્રાહકોને સમગ્ર વ્યવહારનો રેકોર્ડ પ્રદાન કરવો જરી રહેશે. ક્રેડિટડેબિટ કાર્ડ, મોબાઇલ પેમેન્ટ, ઇ–વોલેટ અને બેંક ટ્રાન્સફર જેવા ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ કરાવવા જોઈએ. આ સાથે, પ્રોસેસિંગ ચાર્જ વિશે સંપૂર્ણ માહિતી આપવી જરી રહેશે. પ્લેટફોમ્ર્સે એન્ક્રિપ્શન અને ટુ–ફેકટર ઓથેન્ટિકેશન સાથે સુરક્ષિત ચુકવણી સિસ્ટમ્સ લાગુ કરવી આવશ્યક છે. રિકરિંગ ચુકવણીઓ માટે, સમય, અંતરાલ અને રકમની સ્પષ્ટ્ર માહિતી સાથે એક સરળ નાપસંદગી પ્રક્રિયા હોવી જોઈએ. ગ્રાહકની પસંદગી મુજબ કેશ–ઓન–ડિલિવરી રિફડં કરવામાં આવશે.
વ્યવહાર પછીની માર્ગદર્શિકામાં નકલી ઉત્પાદનો માટે રિફંડ, રિપ્લેસમેન્ટ અને એકસચેન્જ માટે સ્પષ્ટ્ર સમયરેખા પણ નિર્ધારિત કરવામાં આવી છે. ઉપરાંત, તેમને સમયસર ડિલિવરી વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય ઈ–કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકો માટે સલામત અને પારદર્શક અનુભવ સુનિશ્ચિત કરવાનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech