5 વર્ષમાં 2 લાખ યુવાનોને રોજગારી આપશે સરકાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ

  • March 03, 2021 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત વિધાનસભામાં 9મી વખતે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2021-22 માટેનું બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. નાયબ મુખ્યમંત્રીએ 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ હતું.

 

બજેટ રજૂ કરતી વખતે નાયબ મુખ્યમંત્રીએ રોજગારીના મુદ્દાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યના યુવાનોની રોજગારીને લઈને ગંભીર છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સરકાર આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનોને રોજગારી પુરી પાડશે. 

 

ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે. સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં . અલગ અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં લાખો યુવાનોને રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. આ જાહેરાત આજે ગૃહમાં નીતિન પટેલની જાહેરાત. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS