રાયમાં આરોગ્ય વ્યવસ્થાની સમિક્ષા અર્થે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલથી ચાર દિવસ સૌરાષ્ટ્ર્રના પ્રવાસે છે, સૌરાષ્ટ્ર્રની મુખ્ય ગણાતી રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગર અને જામનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલ તત્રં સાથે રીવ્યુ બેઠક યોજી માહિતી મેળવશે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ રાયમાં ખાડે રહેલી આરોગ્ય વ્યવસ્થા ઉજાગર થઇ હતી સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ગણાતી પીએમજેએવાય યોજનામાં પણ કરોડો પિયાના ગોટાળા જાહેર થતા રાયનું આરોગ્ય વિભાગ હાંફી ગયું હતું. યોજના કેન્દ્ર સરકારની હોવાથી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ પણ ઇન્વોલ્વ થતા છેવટે મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરવી પડી હતી અને તાજેતરમાં મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાએ તાકીદ અસરથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને જુદી જુદી યોજનાઓના ગોટાળાઓનો તાત્કાલિક અસરથી રિપોર્ટ આપવા જણાવાયું હતું. આ ઉપરાંત ૧૦૮ આરોગ્ય સેવા સહિતની પણ ચર્ચા કરી માહિતી માગવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ્ર પણે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે લાલીયાવાડી ચલાવી લેવામાં નહીં આવે,સીએમઓની ગંભીર નોંધને લઇ આરોગ્ય વિભાગના અધિકારી આલમમાં દોડધામ મચી જવા પામી હતી. સંભવિત આ જ કારણોસર આરોગ્ય મંત્રી આરોગ્યની બાબતે લાંબા સમય બાદ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર્રની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે.
આવતી કાલે બપોરે ગાંધીનગરથી રાજકોટ આવવા રવાના થશે અને રાજકોટ રાત્રી રોકાણ કરી તા.૨૬ના જૂનાગઢ જવા નીકળશે અને સવારે ૯ કલાકે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ રીવ્યુ બેઠક કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે રાજકોટ પહોંચશે અને રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતના તબીબી અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજશે. રાજકોટમાં રાત્રી રોકાણ બાદ તા.૨૭ શુક્રવારના સવારે ભાવનગર પહોંચી ૧૧ વાગ્યે પીએમના સ્વામિત્વ વર્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપી સિવિલ હોસ્પિટલની રિવ્યુ બેઠક યોજશે. બાદમાં રાજકોટ રાત્રી રોકાણ કરશે અને તા.૨૮ના શનિવારે રાજકોટથી મોરબી સવારે ૯.૦૦ વાગ્યે પહોંચી મોરબી સિવિલ હોસ્પિટલની રિવ્યુ બેઠકમાં ભાગ લેશે. અને ત્યાંથી જામનગર જવા રવાના થશે બપોરે ૩.૦૦ વાગ્યે જામનગર સિવિલ હોસ્પિટલમાં રિવ્યુ બેઠક યોજી આરોગ્ય લક્ષી સમિક્ષા કરવામાં આવશે. બાદમાં રાજકોટ પહોંચી રાત્રી રોકાણ કરશે. આરોગ્ય મંત્રીના ચાર દિવસીય સૌરાષ્ટ્ર્રની પાંચેય સિવિલ હોસ્પિટલના પ્રવાસને લઈને હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં દોડધામ શ થઇ ગઈ છે અને સફાઈ સહીત બધું સુચા અને સુ વ્યવસ્થિત બતાવવા માટે તબીબી અધિકારીઓ, કર્મચારીઓ કામે લાગી ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech