રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરકાર ધ્યાન આપે, સારવારનો મને કડવો અનુભવ: હકાભા ગઢવી

  • March 11, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાસ્યકલાકાર હકાભા ગઢવીને સારવાર બાબતે ખરાબ અનુભવ થયો હોવાનું એક વિડીયો બનાવી જાહેર કર્યું છે અને સિવિલ હોસ્પિટલ અને તબીબોનો કામગીરી સામે કેટલાક આક્ષેપો કરતા સવાલ ઉઠાવ્યા છે. વીડિયોમાં હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, મારા બહેન રાજકોટ ક્રિષ્નાબેન ગઢવી ગૌશાળામાં નોકરી કરે છે અને તા.25ના તેઓ રાજકોટથી પગપાળા હળવદ માતાજીના દર્શને જતા હતા દરમિયાન રસ્તામાં ટંકારા નજીક વાહન ચાલકે અકસ્માત સર્જતાં મારા બહેનને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાંથી રાજકોટ લઇ જવાનું કહેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની જાણ થતા હું પણ રાજકોટ સિવિલ હોસ્પિટલએ પહોંચ્યો હતો. બહેનને માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી સીટીસ્કેન કરાવવાનું કહ્યું હતું આથી સિવિલમાં સીટી સ્કેન કરાવવા માટે ગયા ત્યારે ત્યાં લાઈન હતી એ સમયે ત્યાં કોઈ ડોક્ટર જેવો માણસ હતો તેને મેં કહ્યું હતું કે, દર્દી સિરિસય છે તો પહેલા જે સિરિયસ હોય એને લઇ લ્યો ત્યારે ત્યાં એ ડોક્ટર જેવા વ્યક્તિએ લુખ્ખા જેવું વર્તન કરી લાઈનમાં જ વારો આવશે વચ્ચે નહીં આવે તેમ કહેતા મેં મારી ઓળખાણ પણ હકાભા ગઢવી કલાકાર તરીકેની આપી હતી. છતાં એ સીટી સ્કેનમાં વ્યક્તિએ જે હોય તે કહી યોગ્ય જવાબ આપ્યો નહતો. વધુમાં હકાભાએ આક્ષેપોમાં કહ્યું હતું કે, મારી બહેનનું સીટી સ્કેન પાંચ કલાકે થયું હતું. મગજનો ડોક્ટર ત્રણ કલાકે આવ્યો હતો. આટલી વારમાં માણસ મરી જાય. બાદમાં હું મારી બહેનને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા અને હાલત સુધારા પર છે. જો મારી સાથે આ પ્રકારનું વર્તન થયું હોય તો નાના માણસ સાથે કેવું થતું હશે. આમ કહી હકાભાએ સરકારને વિનંતી કરતા ઉમેર્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધા સરકાર આપે છે, પણ અંદરના ડોકટરો કામ કરતા નથી આથી સરકારને વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ રાજકોટમાં ધ્યાન આપે અને સરકાર ખુદ કોઈ માણસને મોકલી તપાસ કરાવે. હકાભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં બિલ પણ ઓછું લીધું હોવાનું અંતમાં જણાવ્યું હતું. હકાભાના વીડિયોને ધ્યાનમાં લઇ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ વિગતો મેળવી છે અને હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.


અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલુ હતું એટલી જ વાર લાગી છે : ડો.હિરલ હાપાણી

હકાભાના વિડીયો બાબતે રેડિઓલોજી ડિપાર્મેન્ટના તબીબ હિરલ હાપાણી મીડિયાને જણાવ્યું હતું કે, દર્દી 11.30 મિનિટે સીટી સ્કેનમાં આવ્યા હતા અને માથાના ભાગે ઇજા હોવાથી બ્રેઈન સીટી કરવાનું હતું. દર્દી સીટી સ્કેન માટે આવ્યા એ પહેલા અન્ય એક દર્દીનું કોન્ટ્રાસ્ટ સીટી સ્કેન ચાલુ હતું. એટલી વાર રાહ જોવી પડી હતી અને 11.49ના સીટી સ્કેનમાં અંદર લઇ જવાયું હતું. દર્દી હલતું હોવાથી 12 વાગ્યે બહાર કાઢી એનેસ્થિયાઆપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી બેભાન થયા બાદ સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. સીટી થયાના દર્દી ભાનમાં આવે એ પહેલા જ તેને રિપોર્ટ પણ સાથે આપી દેવામાં આવ્યો હતો. માત્રને માત્ર દર્દી આવ્યા ત્યારે જે અંદર દર્દીનું સીટી ચાલુ હતું એટલી જ વાર લાગી છે. આક્ષેપો સામે અમારી સીસીટીવી ફૂટેજ ન હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application