રાજયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખાતાકીય હિસાબી ઓડિટ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
રાયની ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ કેમ્પ યોજવા માટે આદેશ કર્યેા છે. જેમાં ૧૫ એપ્રિલથી લઈને ૧૯ જુલાઈ સુધી રાયના ૧૫ જિલ્લ ાની શાળાઓનું ખાતાકીય ઓડિટ પૂર્ણ કરાશે. આ ૧૫ જિલ્લ ાની કુલ ૨૩૯૮ શાળાઓનું ખાતાકીય ઓડિટ કરવામાં આવનાર છે. જેમાં ઓડિટ માટેની જુદીજુદી ૩ ટીમોની રચના કરવામાં આવી છે.
રાયના શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ા શિક્ષણાધિકારીને પત્ર લખીને ઓડિટની કામગીરી પૂર્ણ કરવા માટે જણાવાયું છે. જેથી જિલ્લ ાની કચેરી દ્રારા સંબંધિત શાળાઓને જાણ કરી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અમદાવાદ શહેરની ૩૯૩ શાળાઓના ઓડિટ માટે ૧૫થી ૨૧ એપ્રિલ દરમિયાન કેમ્પ યોજાશે.આ કેમ્પમાં આચાર્યને સંપૂર્ણ રેકર્ડ સાથે હાજર રહેવા માટે તાકીદ કરવા સૂચના અપાઈ છે.
રાયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખાતાકીય હિસાબી ઓડિટ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ માટે કમિશનર શાળાઓની કચેરીમાં રાયમાં જુદીજુદી ૩ ટીમો દ્રારા ઓડિટની કામગીરી કરવામાં આવશે.જેમાં ૨૦૨૧–૨૨ના વર્ષના ઓડિટ સાથે અગાઉના બાકી રહેલા વર્ષેાના ઓડિટની કામગીરી પૂર્ણ કરવા માટે જણાવાયું છે. ટીમ–૧ દ્રારા ૧૫ એપ્રિલથી ૧૯ જુલાઈ સુધીમાં ઓડિટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેમાં ૭ જિલ્લ ાની ૭૬૨ શાળાનો સમાવેશ કરાયો છે
જયારે ટીમ–૨ દ્રારા ૧૫ એપ્રિલથી ૧૮ જુલાઈ દરમિયાન ચાર જિલ્લામાં ઓડિટની કામગીરી કરાશે, જેમાં ૮૧૫ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ–૩ દ્રારા ૧૫ એપ્રિલથી ૧૯ જુલાઈ દરમિયાન ચાર જિલ્લ ામાં ઓડિટની કામગીરી કરાશે, જેમાં ૮૨૧ શાળાનો સમાવેશ કરાયો છે. અમદાવાદ શહેરની ૩૯૩ શાળાનું ખાતાકીય ઓડિટ પણ ૧૫ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન કરવા માટે કાર્યક્રમ જાહેર કરાયો છે. જેને લઈને અમદાવાદ શહેર જિલ્લ ા શિક્ષણાધિકારી દ્રારા રાયખડ ખાતે આવેલી સરકારી ગલ્ર્સ હાઈસ્કૂલમાં ખાતાકીય ઓડિટ કેમ્પનું આયોજન ૧૫ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે.
આમ, શાળાઓના ખાતાકીય ઓડિટની કામગીરી રાયના ૧૫ જિલ્લ ાની ૨૩૯૮ બિન સરકારી અનુદાનિત શાળા સરકારના રડારમા આવી છે જેનું ખાતાકીય ઓડિટ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech