સોનાની વિક્રમી આયાતને કારણે નવેમ્બર મહિનામાં ભારતની વેપાર ખાધ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેના કારણે ડોલર સામે પિયામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો અને તેની અસર શેરબજારની મુવમેન્ટ પર પણ જોવા મળી રહી છે. પરંતુ ટ્રેડ ડેટામાં દર્શાવેલ રેકોર્ડ સોનાની આયાતને હવે સરકાર ગણતરીની ભૂલ એટલે કે આંકડાઓની ગણતરીમાં ખામી તરીકે ગણાવી રહી છે. કોઈપણ રીતે, તહેવારોની સિઝન વિના આટલું સોનું આયાત કરવું સમજની બહાર છે. આ માટે ડિરેકટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિકસ (ડીજીસીઆઈ) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ અને કસ્ટમ્સ બોર્ડના અધિકારીઓ સાથે ડેટા મેચ કરવાનો નિર્ણય લીધો છે. સોનાની આયાતમાં આશ્ચર્યજનક ઉછાળા બાદ વેપાર ખાધ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જવાના આંકડા ચિંતાજનક છે. ડીજીસીઆઈની તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું સોનાની આયાતના ડેટા જાણવાની પદ્ધતિમાં ફેરફારને કારણે તે બમણી થઈ? ભારતના વાણિય અને ઉધોગ મંત્રાલયને પણ આની પાછળ ડેટાની હેરફેરની શંકા છે.
નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં ભારતની વેપાર ખાધ એટલે કે નિકાસ કરતાં વધુ આયાત સ્વતત્રં ભારતના ઈતિહાસમાં સૌથી વધુ ૩૭.૮૪ના સ્તરે પહોંચી ગઈ હતી. તેની પાછળનું કારણ ૧૪.૮ અબજ ડોલરના સોનાની રેકોર્ડ આયાત હોવાનું કહેવાય છે. આ કારણોસર વિપક્ષી નેતાઓ સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેઓ વધતી જતી વેપાર ખાધ, નબળા ઉત્પાદન અને વધતી મોંઘવારી માટે આને જવાબદાર માની રહ્યા છે.
આંકડાઓની જાદુગરી સિવાય, વેપાર ખાધનો અર્થ સામાન્ય લોકો માટે છે કે દેશ લોકોની જરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા માલ અને સેવાઓનું ઉત્પાદન કરી શકતો નથી. તેથી તેને અન્ય દેશો પાસેથી વળતર આપવું પડશે. તેનાથી દેશમાં મોંઘવારી વધશે. આયાત માટે વિદેશી ચલણ ખોલવું પડશે. તેનાથી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થશે, તેની ભરપાઈ કરવા માટે ડોલર વધારવા પડશે અને પિયો નબળો પડશે. જે ક્ષેત્રોમાં વધુ આયાત હશે ત્યાંની ભારતીય કંપનીઓ નબળી પડશે અને રોજગારીનું સંકટ ઊભું થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech