સરકારી યુનિવર્સિટીઓ અને ગ્રાન્ટેડ કોલેજો તથા યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષે સરકારે 'જીકાસ' રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે અને આ માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 300 ની ફી વસૂલવામાં આવે છે. સરકારી, ગ્રાન્ટેડ કોલેજો અને સરકારી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પાસેથી જે મુજબ રુ. 300 ની રજીસ્ટ્રેશન ફી લેવામાં આવે છે તેવું ખાનગી યુનિવર્સિટી કે ખાનગી કોલેજમાં નહીં થાય તેવી સ્પષ્ટ વાત સરકારે વિધાનસભા ગૃહના ફ્લોર પરથી કરી છે.
ગ્રાન્ટેડ અને સરકારી યુનિવર્સિટીમાં હાલ જે મુજબ જીકાસના માધ્યમથી પ્રવેશ આપવામાં આવે છે તેવી સિસ્ટમ ખાનગી યુનિવર્સિટી અને કોલેજોમાં લાગુ કરવામાં આવશે કે નહીં ?તેવો સવાલ ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ આતાજી ઠાકોરે ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અત્યારે આવી કોઈ બાબત સરકારની વિચારણામાં નથી.
સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી જીકાસ મારફત એડમિશન ની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે અને એક વર્ષમાં સરકારને રજીસ્ટ્રેશન ફ્રી પેટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 16.99 કરોડ ની આવક થઈ છે. તેની સામે રુ. 7.15 કરોડ ચૂકવવા પાત્ર છે. આ મુજબ પ્રથમ વર્ષે સરકારને લગભગ રૂપિયા 10 કરોડનો નફો થયો છે.
સરકારે 14 સરકારી યુનિવર્સિટીઓ માટે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયા જીકાસના માધ્યમથી કરી હતી. પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ આ 14 યુનિવર્સિટીઓના માધ્યમથી થયા છે. સરકારે અત્યારે તો રૂપિયા 300 ની વિદ્યાર્થી દીઠ રજીસ્ટ્રેશન ફી પોતાની પાસે રાખી છે. પરંતુ જે યુનિવર્સિટીમાંથી જેટલા વિદ્યાર્થી ઓએ એડમિશન લીધા છે તેના પ્રમાણ મુજબ જે તે યુનિવર્સિટીને પ્રોરેટા પ્રમાણે રકમ ચૂકવશે તેવી જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થી દીઠ રૂપિયા 100 જે તે યુનિવર્સિટીને સરકાર આપશે તેમ જણાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech