સરકારે બાગાયતી સહાયના નામે ખેડૂતોની મજાકનું નાટક ર્ક્યુ છે: પાલભાઇ આંબલીયા

  • May 29, 2021 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માત્ર ડી.એ.પી. ખાતરમાં જ ભાવ ઘટાડો કેમ...?: ગુજરાત ક્સિાન કોંગ્રેસ પ્રમુખ

તાજેતરના તાઉ તે વાવાઝોડામાં નુક્સાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટે સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આ જાહેરાત પડયા પર પાટુ સમાન હોવાનો આક્ષ્ોપ કરીને ખેડૂતો સાથે નાટક થતું હોવાનો આક્ષ્ેપ ગુજરાત ક્સિાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઇ આંબલીયાએ ર્ક્યો હતો. વધુમાં તેઓએ બાગાયતી ખેડૂતો માટે વાવાઝોડામાં કમાણી પર પાણી ફેરવી દીધું હોવાનું જણાવી વૃક્ષ્ો, મકાનો પડી ગયા છે તેઓ માટે સરકારની એક લાખ રૂપિયાની મદદની જાહેરાત હાસ્યાસ્પદ અને ખેડૂતોની મજાક સમાન હોવાનં તેમણે જણાવ્યું હતું. સરકારની જ યોજના મુજબ એક હેકટરામં વાવવામાં આવતાઆંબાના ઝાડના રૂા.6ર લાખ, નાળિયેરીના રૂા.30 લાખ, ચીકુના રૂા.39 લાખ, લીંબુના રૂા.10 લાખ થાય આ અંદાજે ખેડૂતોને હેકટર દીઠ રૂા.40 લાખનું નુક્સાન હોય તેમાં એક લાખની સહાય હાસ્યાસ્પદ હોવાનું જણાવી ખેડૂતોને નુક્સાની અંગે યોગ્ય વળતર ચૂક્વવા પણ માંગ કરી છે.

પાલભાઇએ ખેડૂત સબંધી અન્ય એક બહુચર્ચીત મુદ્દો ઉઠાવતા કહેલ કે સરકાર દ્વારા ડીએપી ખાતરમાં જ ભાવઘટાડો કરી ખેડૂતોની વાહવાહી કરવા પ્રયત્ન ર્ક્યો છે અને ભાવઘટાડો માત્ર એક જ ખાતરમાં કરી સરકારની મેલી મુરાદ હોવા અંગે શંકા જતી હોવાનું જણાવ્યું હતું. ખાતર કંપનીઓ સામે સરકાર ઘુંટણીયે પડી હોવાનો આક્ષ્ેપ પણ તેમના દ્વારા કરાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS