કેન્દ્ર સરકારે ગઈકાલે સપ્ટેમ્બરમાં પૂરા થતા ૨૦૨૪–૨૫ સત્ર માટે ૧૦ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી. તેનો ઉદ્દેશ સ્થાનિક ભાવ સ્થિર કરવાનો અને ખાંડ ઉધોગને ટેકો પૂરો પાડવાનો છે. સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાહેરાત કરતા ખાધ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ પગલાથી પાંચ કરોડ ખેડૂત પરિવારો અને ૫,૦૦,૦૦૦ કામદારોને ફાયદો થશે અને ખાંડ ક્ષેત્રને પણ મજબૂત બનાવશે. જોશીએ જણાવ્યું હતું કે આનાથી ખાંડ મિલોની રોકડ સ્થિતિમાં સુધારો થશે, શેરડીના બાકી લેણાંની સમયસર ચુકવણી સુનિશ્ચિત થશે અને ગ્રાહકો માટે ઉપલબ્ધતા અને ભાવ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે.
ખાધ મંત્રાલયના આદેશ મુજબ ફાળવેલ જથ્થામાં તમામ ગ્રેડની ખાંડની નિકાસ કરવાની મંજૂરી છે. વર્ષ ૨૦૨૪–૨૫માં ઉત્પાદન શ કરનારી નવી મિલોને અને બધં થયા પછી ફરી કામગીરી શ કરનારી મિલોને પણ નિકાસ કવોટા મળ્યો છે. ખાંડ મિલો ૩૦ સપ્ટેમ્બર સુધી સીધી અથવા વેપારી નિકાસકારો દ્રારા નિકાસ કરી શકે છે. તેમની પાસે પરિવહન ખર્ચ ઘટાડવા માટે ૩૧ માર્ચ સુધી તેમના કવોટા છોડી દેવાનો અથવા સ્થાનિક કવોટા સાથે તેમની બદલી કરવાનો વિકલ્પ છે.
આ નીતિ ખાંડ મિલોને ખાધ મંત્રાલયની મંજૂરીને આધીન, પરસ્પર કરાર દ્રારા સ્થાનિક માસિક રિલીઝ જથ્થા સાથે નિકાસ કવોટાની અદલાબદલી કરવાની મંજૂરી આપે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે યારે સ્થાનિક ખાંડના ભાવ ૧૮ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે, જેના કારણે મિલોના માર્જિન પર દબાણ આવી રહ્યું છે. ભારતમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષના ૩૨ મિલિયન ટનથી ઘટીને ૨૦૨૪–૨૫માં ૨૭ મિલિયન ટન થવાનો અંદાજ છે, જે સ્થાનિક વપરાશની જરિયાત ૨૯ મિલિયન ટનથી ઓછી છે.
રાષ્ટ્ર્રીય સહકારી ખાંડ ફેકટરીઝ ફેડરેશનના જણાવ્યા અનુસાર, ૧૫ જાન્યુઆરી સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ૧૩.૦૬ લાખ ટન રહ્યું હતું, જે મુખ્ય ઉત્પાદક રાયો મહારાષ્ટ્ર્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ઓછા ઉત્પાદનને કારણે વાર્ષિક ધોરણે ૧૩.૬૬ ટકા ઓછું છે. સ્થાનિક પુરવઠાની ચિંતાઓને કારણે દેશે અગાઉની ૨૦૨૩–૨૪ સીઝનમાં નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબધં મૂકયો હતો. ઇન્ડિયન સુગર એન્ડ બાયો–એનર્જી પ્રોડુસર્સ એસોસિએશનએ આ નિર્ણયને આવકાર્યેા છે.રાષ્ટ્ર્રીય સહકારી ખાંડ ફેકટરીઝ ફેડરેશનના ડિરેકટર જનરલ દીપક બલ્લાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ખાંડ મિલોને નોંધપાત્ર રાહત મળશે, જેનાથી તેમને નોંધપાત્ર આવક થશે, જે ખેડૂતોને સમયસર શેરડીની ચુકવણીમાં ફાળો આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech