જમીન રી-સર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમીન રી-સર્વે વાંધા અરજીની મુદ્દતમાં એક વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકાશે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો
રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે. જેમાં એક વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે. હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે તેમજ રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે જો કે, આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગઈ હોય તો સરકારે તક આપી છે. જેને લઈ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે.
કલેક્ટર અને જમીન માપણી અધિકારીઓને અમલ કરવા કહેવાયું
ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી- NA રૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પ્રત્રક - KJPની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જમીનમાં હિસ્સા માપણીની અરજી અરજન્ટ ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી 21 દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે. મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને અમલ કરવા કહેવાયું હતું.
મુખ્યમંત્રીએ ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા
જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક હિતકારી નિર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
ખેડૂતો અવારનવાર મુખ્યમંત્રીને રજૂઆતો કરતા
આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી.
બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે
આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવતા કુખ્યાત જાડેજા બંધુઓની અટકાયત
January 13, 2025 01:03 PMશિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
January 13, 2025 12:58 PMજામનગરના અંબર ચોકડી નજીક કપડાની દુકાનમાં અચાનક લાગી આગ
January 13, 2025 12:46 PMહવે ગોલ્ડન ફેશિયલ માટે પાર્લરમાં જવાની જરૂર નહી પડે, 1 અઠવાડિયામાં ઘરે બેઠા જ મેળવો સોનેરી ચમક
January 13, 2025 12:15 PMઆઇપીએલ ૨૧ માર્ચથી શરૂ થશે બીસીસીઆઇએ કરી જાહેરાત
January 13, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech