પેટ્રોલ–ડીઝલ, સીએનજી–પીએમજીથી સરકારને બે વર્ષમાં ૪૦૫૬૯ કરોડની આવક

  • March 19, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન રાય સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લ ા બે વર્ષમાં પેટ્રોલ–ડિઝલ,સીએનજી–પીએનજીથી ૪૦૫૬૯ કરોડની વેટ અને સેસની આવકથી સરકારની તિજોરી છલકાવી છે.
રાય સરકારે વિધાનસભા ગૃહમાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ–ડિઝલ, સીએનજી પીએનજી થી સરકારને કરોડોની આવક થઇ છે.
 છેલ્લા ૨ વર્ષમાં સરકારને પેટ્રોલ–ડિઝલ સીએનજી અને રાસાયણિક ખાતર પર સરકારને પિયા ૪૦,૫૬૯ કરોડની આવક થઇ છે. વર્ષ ૨૦૨૩માં વેટ હેઠળ પિયા ૧૩,૬૦૮ કરોડની આવક, સીએસટી હેઠળ પિયા ૨,૪૬૮ કરોડ, સેસ હેઠળ પિયા ૩,૮૫૨ સહિત કુલ ૧૯,૮૨૮ કરોડની આવક થઇ છે.
વર્ષ ૨૦૨૪ માં વેટ હેઠળ પિયા ૧૩,૮૬૯ કરોડ, સીએસટી ૨,૮૯૫ કરોડ, સેસ હેઠળ ૩,૮૭૭ કરોડ સહિત કુલ ૨૦,૬૪૧ કરોડની આવક થઇ છે. આમ, પેટ્રોલ પર વેટનો દર ૧૩.૭ ટકા, ડિઝલ પર વેટનો દર ૧૪.૯ ટકા, સીએનજી ૫ ટકા ટેકસ યારે સીએનજી હોલ સેલ ૧૫ ટકા, પીએનજી કોમર્શિયલ ૧૫ ટકા ટેકસ, પીએનજી નોન કોમર્શિયલ ૫ ટકા ટેકસ, પેટ્રોલ ડીઝલ પર સેસ ૪–૪ ટકાની વસુલાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application