જામનગર જિલ્લાનાં કાલાવડના ખરેડી ગામમા નિમણૂક કરવામાં આવેલા એક સરકારી તબીબ પાસે તેના ઉપરી તબીબે રૂ. પ હજારની લાંચ લીધી હતી. જે અંગેનાં કેસમા અદાલતે તબીબને એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.
જામનગર જીલ્લામા આ કેસની વિગત એવી છે કે, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ૧૩ વર્ષ પહેલાં પીએચસી તરીકે એક તબીબની નિમણૂક કરવામાં આવી હતી. આ તબીબ તા. ૧૫-૭-૧૧ ના ફરજ પર હાજર થયા પછી તેઓએ પોતાના વતનમાં સામાન લેવા જવા માટે વાત કરતા બીએચઓ ડો. દીપક ડાયાભાઈ દુલેરાએ મંજૂરી આપી હતી. તે પછી આઠ દિવસ માટે પીએચસી ડોકટર પોતાના વતન ગયા હતા.
ત્યાંથી પરત આવ્યા પછી ડો. દુલેરાએ ગેરહાજર દિવસોનો પગાર જોઈતો હોય તો ચાર દિવસનો પગાર એટલે કે રૂ. ૫ હજાર આપવા પડશે, તેમ કહેતા ડો. દીપક ડાયાભાઈ દુલેરા સામે એસીબી જામનગરમાં ફરિયાદ કરાઈ હતી. આ પછી તા. ૧૩-૯-૧૧ના દિને છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ડો. દુલેરા વતી રૂ. પ હજાર સ્વીકારનાર કલ્પેશ ભૂપેન્દ્રભાઈ દેસાઈને ઝડપી લીધો હતો.
લાંચની રકમ સ્વીકાર્યા પછી કલ્પેશે ડો. દુલેરાને તેની જાણ પણ કરી હતી. તત્કાલિન એસીબી પીઆઈએ બંને સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ખાસ એસીબી જજ એન.આર. જોષીની અદાલતમાં ચાલી જતાં એડી. પી.પી. હેમેન્દ્ર ડી. મહેતાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ડો. દીપક દુલેરાને એક વર્ષની કેદની સજા તથા રૂ. ૨૦ હજાર દંડ નો દંડનો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech