રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ગુલાબ વાટીકામાં રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાકટરે રેલનગરમાં રહેતા શખસ પાસેથી પિયા ૨.૮૦ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ સામે પિયા ૧૮.૫૦ લાખ ચૂકવી દીધા છતાં આ શખસ વધુ રકમ પડાવવા માટે મારકૂટ કરી ધમકી આપતો હતો. જેથી ગવર્મેન્ટ કોન્ટેકટરે આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના કાલાવડ રોડ પર ગુલાબવાટીકામાં રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાકટર મોહનભાઈ ધરમશીભાઈ હાપલિયા (ઉ.વ. ૫૪) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગરમાં રહેતા પ્રતિપાલસિંહ સજુભા ગોહિલનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૩૦૮ (૫), ૩૫૨, ૩૫૧(૩), ૧૧૫(૨) અને મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગવર્મેન્ટ કોન્ટ્રાકટર મોહનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં તેમણે સાધુવાસવાણી કુંજ રોડ પર મનપા દ્રારા રોડની સાઈડમાં વાવેલા ફલ–ઝાડને ટ્રેકટર અને ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ રાખ્યું હતું. આ જગ્યાએ માફક પાનની બાજુમા ચા–પાણી પીવા જતા હતા ત્યારે ત્યાં દુકાનના માલીક પ્રતિપાલસિંહ ગોહીલ સાથે ઓળખાણ થયેલ હતી. આ સમયે આરોપીએ પોતે ફાઇનાન્સને લગતો વ્યવસાય કરતા હોવાનું અને પિયાની જર હોય તો કહેજો તેમ કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ મજૂરોને પગાર ચૂકવવાનો હોય જે માટે પિયાની જરિયાત ઊભી થતા અલગ અલગ સમયે આરોપી પ્રતિપાલસિંહ પાસેથી .૨.૮૦ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા. જેનું તેઓ વ્યાજ ચૂકવતા હતા નવેમ્બર ૨૦૨૩ માં આરોપીએ આજીડેમ પોલીસ પોલીસ મથક પાસે આવેલી તેની સાઈટએ જઈને તમારે મને એક માસના પિયા ૨.૪૦ લાખ આપવાનું રહેશે તેમ કહેતા ફરિયાદીએ આરોપીને કે કેવી હોલ પાસે રોકડા પિયા ૨.૪૦ લાખ આપ્યા હતા. બાદમાં ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે, આટલું વ્યાજ પોસાતું નથી જેથી તેણે મહિને પિયા ૫૦,૦૦૦ આપવાનું કહ્યું હતું. જેથી ફરીયાદી અલગ અલગ જગ્યાએ દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા એક હો લેટ થતાં આરોપીએ તેની સાઇટએ જઈ ટ્રેકટર પડાવી લીધું હતું. આમ ફરિયાદીએ આરોપીને પિયા ૧૮.૫૦ લાખ આપ્યા હતા. ગઈ તા. ૧૬૧૨૨૦૨૫ ના ફોન પર અને અમીન માર્ગ પર બ મળી તારે પિયા આપવાના છે કે નહીં નહીંતર તને ઉપાડી જઈશ કહી ધમકી આપી મારકૂટ કરી હતી. ફરિયાદી આ બનાવ બાબતે તેમના ભાઈને ફોન કરી જાણ કરતા આરોપીએ તેની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. ત્યારબાદ પણ આરોપીએ ગાળો અને ધમકી આપવાનું યથાવત રાખતા અંતે ગવર્મેન્ટ કોન્ટ્રાકટરે આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે.