ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝેશન હેઠળ ખેતીની જમીન રિસર્વે કરવાની કામગીરી સમગ્ર ૩૩ જિલ્લ ામાં હાથ ધરાઇ હતી. આ રિસર્વે બાદ રાયના મોટાભાગના વિસ્તારોમાંથી ખેડૂતોની ફરિયાદ ઊઠી હતી કે તેમના સર્વે નંબર બદલાયા છે અથવા તો ભળતા સર્વે નંબરોમાં જમીન દર્શાવાઇ છે. આવી હજારો વાંધા અરજી આવી હતી. આવી અરજીઓ કરવાની ડિસેમ્બર મુદતને મહેસૂલ વિભાગે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવા માટેનું સત્તાવાર જાહેરનામુ બહાર પાડું છે.રાયમાં જમીનના ક્ષેત્રફળમાં વધઘટ સંદર્ભે ૧,૦૬,૩૨૨ થી વધારે ખેડૂતોએ ફરિયાદ આવી છે.આવુ થવા પાછળનું મુખ્ય કારણ ખાનગી એજન્સી દ્રારા કરવામાં આવેલી માપણીમાં ભારે ભૂલો જોવા મળી છે.અને જામનગર અને દેવભૂમિ દ્રારકા જીલ્લ ામાં પાયલોટ પ્રોજેકટ તરીકે નવી માપણી કર્યા બાદ રિ–સર્વે પ્રમોલગેશનના ના–વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાય સરકાર દ્રારા નિર્ણય કરાયો હતો. એ વખતે સરકારે દાવો કર્યેા હતો કે આ પાયલોટ પ્રોજેકટ પછી તબક્કાવાર રીતે સમગ્ર રાયમાં તેનો અમલ કરાશે. જોકે, એક વર્ષ પછી પણ ફરિયાદના નિકાલની કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.તે એક સત્ય હકીકત છે.બીજી તરફ ખેડૂતોને રિસર્વે અને પ્રમોલગેશનથી થનાર હેરાનગતિ અને વકીલની ફીના ખર્ચમાંથી મુકિત મળશે એવો સરકારે દાવો કર્યેા છે.
મહેસૂલ વિભાગે ૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, રિસર્વે બાદ ખાતેદાર ખેડૂતો દ્રારા રેકર્ડ ક્ષતિઓ સુધારવા માટે અરજીઓ કરાય છે. કાયદાકીય જોગવાઇ હેઠળ પ્રમોલગેશન પછી રેકોર્ડમાં ક્ષતિઓ સુધારવા માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૨૦૩ હેઠળ અપીલ કરવાની રહે છે. આવી દાદ મેળવવામાં વિલબં અને ખાતેદારોની હેરાનગતિ, વકીલની ફી, અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે અપીલ અરજી કરવાને બદલે સુપ્રિટેન્ડન્ટ, લેન્ડ રેકોડર્ઝને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે.
રાયના ૧૧,૯૮૮ ગામમાં પ્રમોલગેશન તૈયાર થયું છે જેની સામે માપણી જમીનમાં વધઘટ સંદર્ભે ખેડૂતોને ખેડૂતો વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે આથી જમીન માપણીમાં ખેડૂતો તરફથી વાંધા અરજી કરવા નવ વર્ષમાં સરકારે દસમી વખતમાં વધારો કરવો પડો છે. આથી અરજીઓ કરવાની મુદત ૩૧–૧૨–૨૦૨૩ ડિસેમ્બરમાં પૂરી થતાં મહેસૂલ વિભાગે હજુ પણ કોઇ ખાતેદાર ખેડૂતને અરજી કરવાની બાકી હોય એમને તક આપવા માટે મુદતને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech