સરકારે પંચાયતોને ફાળવ્યા 355 એડિશનલ આસિ. સિવિલ એન્જિનિયર
પંચાયતોમાં એડિશનલ આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરિંગ વર્ગ બે ની ખાલી પડેલી અનેક જગ્યાઓને કારણે રૂટીન કામો ઉપરાંત વિકાસ કામોને થઈ રહેલી ગંભીર વિપરીત અસરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની મોટાભાગની પંચાયતોને કુલ 355 એડિશનલ આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર ફાળવ્યા છે.
પંચાયતોમાં સિવિલ એન્જિનિયરોની ભરતી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ- ગાંધીનગર દ્વારા કરવામાં આવતી હોય છે. ગઈકાલે મોડી સાંજે 355 સિવિલ એન્જિનિયરનું ફાઇનલ લિસ્ટ બહાર પાડીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની જિલ્લા પંચાયતોને તેની ફાળવણી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, મોરબી, બોટાદ સહિતના જિલ્લાઓને એડીશનલ આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરની ફાળવણી કરવામાં આવી છે. ઉમેદવારોના વય, જ્ઞાતિ, જાતિ, શારીરિક અક્ષમતા, દિવ્યાંગ, રમતગમત, માજી સૈનિક, કોમ્પ્યુટરનું વિશેષ જ્ઞાન અને અન્ય લાયકાત સંદર્ભેના સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી છે અને ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં જે જિલ્લાને એન્જિનિયરોની ફાળવણી કરવામાં આવી છે તે જિલ્લાના વડાઓને આવા ઉમેદવારોને હાજર કરતા પહેલા વધુ એક વખત આવા તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરવા જણાવ્યું છે.કુલ 355 ઉમેદવારોના આ ફાઇનલ લિસ્ટમાં અલગ અલગ કેટેગરી જેવી કે જનરલ એસીબીસી એસટી એક્સ સર્વિસ અને ઇડબલ્યુ એફ જેવી કેટેગરીનું પણ ધોરણ જળવાયું છે અને તેના મેરીટ લીસ્ટની ટકાવારી પણ અલગ અલગ દશર્વિવામાં આવી છે.
રસ્તા બ્રિજ સહિતના જુદા જુદા કામોમાં એન્જિનિયરોની પૂરતી સંખ્યા ન હોવાથી વિલંબ થઈ રહ્યો હોવાની ઉઠેલી ફરિયાદ બાદ સરકારે 355 એડિશનલ આસિસ્ટન્ટ સિવિલ એન્જિનરોના ઓર્ડર કયર્િ છે. દિવાળીના તહેવારો પહેલા જ અથવા તો ત્યારબાદ તુરત જ હાજર કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMશ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા મચાવી ધમાલ, રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી
November 07, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech