જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ મ્યુકોર્માઇકોસિસના ત્રણ દર્દી ડિસ્ચાર્જ થયા: જ્યારે નવા ચાર દર્દી દાખલ

  • June 02, 2021 10:24 AM 

ગઈકાલે જી.જી.હોસ્પિટલમાં ચાર દર્દીઓની મેજર સર્જરી કરાઈ: સપ્તાહથી એક પણ મૃત્યુ નહીં: કોરોનાના દર્દીનો રિકવરી રેટ સારો રહેતાં જી.જી. હોસ્પિટલ અને રિલાયન્સ હોસ્પિટલમાં હવે ૪૧૨ દર્દીઓ સારવાર હેઠળ

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઈકોસિસ નો વોર્ડ શરૂ કરાયા પછી ધીમે ધીમે દર્દી સાજા થતા જાય છે, અને રજા આપવામાં આવી રહી છે. ગઈકાલે વધુ ત્રણ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે. જ્યારે નવા ચાર દર્દી દાખલ થયા છે. અને હાલ ૧૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. બ્લેક ફંગસ ના કુલ ૧૮૪ કેસ નોંધાયા છે. ગઈકાલે ૬ મેજર સર્જરી કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી મ્યુકોર્માઇકોસિસ ના કારણે એક પણ મૃત્યુ થયું નથી.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં ત્રીજા માળે તેમજ બીજા માળે અલગ-અલગ કરમાઈ બ્લેક ફંગસના ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે કુલ ૧૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ત્રણ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે, જેની સામે ચાર નવા દર્દીઓ ને દાખલ કરવામાં આવ્યા છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં દાખલ થયેલા બ્લેક ફંગસ ના છ દર્દીઓ ઉપર ગઈકાલે મેજર સર્જરી કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી એક પણ દર્દીનો મૃત્યુ થયું નથી, અને રિકવરી રેટ સુધરી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૨ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. જી.જી.હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોર્માઇકોસિસ ના કુલ ૫ દર્દીઓ ના મૃત્યુ થયા નું જાહેર કરાયું છે. જ્યારે ૪ દર્દીઓ ની આંખ કાઢવી પડી છે. છેલ્લા ચાર દિવસથી એક પણ દર્દીની આંખ કાઢવા નો વારો આવ્યો નથી. અને અત્યાર સુધીમાં કુલ ૧૮૪ કેસ સામે આવ્યા છે.

જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં કોરોના ના મામલે રાહત જોવા મળી રહી છે, અને વધુ ને વધુ બેડ ખાલી થઈ રહ્યા છે. આજની તારીખે કોવિડ વોર્ડમાં ૩૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે રિલાયન્સ હોસ્પિટલમાં ૮૧ મળી કુલ ૪૧૨ દર્દીઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે. અને ડિસ્ચાર્જ થનારા દર્દીઓનો રેશિયો દિન-પ્રતિદિન વધતો જતો હોવાથી વધુ ને વધુ બેડ ખાલી થઈ રહ્યા છે. અને જી.જી.હોસ્પિટલ પરથી કોરોના નું ભારણ ઘટતું જોવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS