ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેકટર રેલી વિરુધ્ધ કેન્દ્રએ સુપ્રીમના દ્વાર ખખડાવ્યા : કોર્ટ સુનાવણી માટે તૈયાર

  • January 13, 2021 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમકોર્ટ મંગળવારે કેન્દ્રનીએ અરજીની સુનાવણી ઉપર સહમત થઈ હતી જેમા ગણતંત્ર દિવસના સમારંભને રોકવા માટે 26 જાન્યુઆરીએ પ્રસ્તાવિત ટ્રેક્ટર અથવા ટ્રોલી માર્ચ અથવા અન્ય કોઇ પણ પ્રકારનું પ્રદર્શન કે દેખાવો ઉપર રોક લગાવવાની માગ કરવામાં આવી છે.

 

દિલ્હી પોલીસના મારફત કેન્દ્રસરકારે આ અરજીમાં કેન્દ્રએ કહ્યું હતું કે ગણતંત્ર દિવસે કોઇ પણ પ્રકારનો વિરોધ કે પ્રદર્શનથી દેશ માટે શરમજનક રહેશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શન કરવાના અધિકારમાં વૈશ્વિકસ્તરેદેશને શરમમાં મુકવો સામેલ પણ નથી અને યોગ્ય નથી. અરજીમાં કેન્દ્રસરકારે સુપ્રીમકોર્ટ્ને આગ્રાહ કર્યો છે કે કોઇ પણ પ્રકારના પ્રદર્શન અથવા રેલીને રોકવામાં આવે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી પીઠે આવેદન ઉપર નોટોસ જારી કરીને કહ્યું હતું કે ખેડૂત સંગઠનો પાસે મોકલવામાં જે નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. પીઠમાં જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ રામાસુબ્રમણિયમ પણ સામેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS