સભ્યો દ્વારા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવને સન્માનિત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પોલીસ અધ્યક્ષની કચેરીએ ગત તા. 27 નાં રોજ રાજકોટ વિભાગના રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ સોસાયટીની ગવર્નીંગ કાઉન્સિલ ની એક બેઠક યોજાઈ હતી, જેમાં દ્વારકા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક આમંત્રિત સભ્યોની હાજરીમાં વર્ષ 2022 થી 2024 દરમ્યાન સુરક્ષા સેતુ અંતર્ગત કરવામાં આવેલ વિવિધ એવરનેસ કાર્યક્રમો અને એની વિગતો આપવામાં આવેલ હતી. આ વિગતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેયનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં સુરક્ષા સેતુ અંતર્ગત કરવાની કામગીરીની રૂપરેખા પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત આમંત્રિત સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો પણ લેવામાં આવ્યા હતા. દરિયાઈ સુરક્ષા, સાઇબર ક્રાઇમ, મહિલા સશકિતકરણ, મહિલા સુરક્ષા, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવવા તેમજ અન્ય સમાજને વધુ આગળ વધારવા માટે અનેક આયોજનો કરવામાં આવશે, જેની માહિતી આપી હતી.
આ બેઠક સંપન્ન થયા બાદ આમંત્રિત સભ્યોમાંથી સલાયા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech