જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ ત્યાં પેટાચૂંટણીનું આયોજન થવાનું છે. જેમાં હવે AAP (આમ આદમી પાર્ટી) ના નેતા ગોપાલ ઈટાલિયાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ આપ આ વખતે અગાઉથી જ તૈયારી કરી રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ આ વિશેની માહિતી ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.'
ઉલ્છેલેખનીય કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ રિબડિયા અને આપના ભૂપત ભાયાણી વચ્ચે થયેલી ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. જોકે, એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. હવે ગમે ત્યારે આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જે માટે AAP એ કમર કસવાનું શરૂ કરી દીધું છે
.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech