૨૦૧૫માં રાજીનામું આપનાર ગોપાલ ઈટાલિયાને ૨૦૨૪માં પ્રમોશન અપાયું

  • September 03, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના પોલીસતત્રં ની લાપરવાહીનો બેજોડ નમુનો બહાર આવયો છે.ગુજરાત પોલીસની લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પોલીસમાંથી રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જેમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પોલીસમાંથી રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગોપાલ ઈટાલીયાએ ટિવટ કરીને હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે. અને આ પ્રમોશન માટે કટાક્ષ કરીને આભાર વ્યકત કર્યેા .

ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસમાં મળ્યું પ્રમોશન
મળતી માહિતી મુજબ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ટિટ કરીને પોતાને ગુજરાત પોલીસમાં પ્રમોશન મળ્યું હોવાની જાણકારી આપી છે. તેમાંે હર્ષ સંઘવી પર પ્રહાર કરતા લખ્યું છે કે, આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ, વર્ષ– ૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ–૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર–૭૨૬ પર માં નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આમ ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પોલીસની આ લાપરવાહીને હર્ષ સંધવીને બરાબરના આડેહાથ લીધા છે.મહત્વનું છે કે, ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા અને બઢતી માટે યુવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ પ્રકારની લાપરવાહી સામે આવતા તે સવાલ થાય છે આવા ગોટાળા કેવી રીતે થઈ શકે.ગૃહરાયમંત્રી હર્ષ સંઘવી જે ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કરતા થાકતા નથી ત્યારે આ ગુજરાત પોલીસમાં આ પ્રકારની લાપરવાહી સામા આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application