ચૂંટણીના નગારા વચ્ચે ઇન્કમટેકસ વિભાગે ગઈકાલે અમદાવાદમાં ગોપાલ ડેરી અને હોટલ રિવર વ્યુ સહિત તેના ભાગીદારો ને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધયુ હતું. ગઈકાલે સવારથી શ થયેલા દરોડા આજે પણ ચાલુ રહ્યા હતા. ૨૪ કલાકમાં આવકવેરા વિભાગને જમીન મકાનના લેવડ દેવડના વ્યાપક પ્રમાણમાં બિનવ્યવહારો મળી આવ્યા છે આ ઉપરાંત કાચા ચિઠ્ઠાઓ તેમજ અનેક ડાયરીઓ મળી આવી છે જેની આવકવેરા વિભાગની ટીમ દ્રારા તપાસ શ કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૦ થી વધુ બેન્ક એકાઉન્ટ અને ૧૫ લોકરો મળી આવ્યા છે.
સૌરાષ્ટ્ર્રના નામાંકિત લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર દરોડા ની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઇન્કમટેકસના અધિકારીઓએ શ્વાસ પણ લીધો ન હતો ત્યાં ફરી એક વખત અમદાવાદના જાણીતા ગોપાલ ડેરી અને હોટેલ ઉધોગ ના દેસાઈ ગ્રુપ પર ૧૦૦ થી વધુ અધિકારીઓ દ્રારા દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ડેરી અને હોટલ ઉધોગ સિવાય દેસાઈ બંધુઓ દ્રારા જમીન ના મોટા પ્રમાણમાં થયા હતા અને જેની બાતમી અધિકારીઓને મળતા સર્ચ કરવામાં આવ્યું છે. રાજુ દેસાઈ ગૌરાંગ દેસાઈ અને તેની સાથે સંકળાયેલા તેના ભાગીદારોના ઘરે તેમજ ઓફિસમાં આવકવેરાની તપાસ ચાલુ છે જાણવા મળ્યા મુજબ આ દરોડા ના પગલે અમદાવાદમાં ફાઇનાન્સરો અને બિલ્ડરોમાં પણ દોડધામ મચી ગઈ છે.
છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેકસના અધિકારીઓ આ ગ્રુપની અલગ અલગ ઓફિસ તેમજ હોટેલ પર રેકી કરતા હતા અને આ તપાસ દરમિયાન જમીનના સોદાની વિગતો બહાર આવી હતી. ગઈકાલે શ થયેલા દરોડામાં અમદાવાદ ઉપરાંત રાજકોટ ,સુરત અને વડોદરા ની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે
૩૧ માર્ચ સુધી રાજકોટ સહિત રાજયના સ્ટાફની રજાઓ કેન્સલ
ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતા ની સાથે જ ઇન્કમટેકસ વિભાગની ઇન્ટેલિજન્સ ટીમ એરપોર્ટ રેલવે સ્ટેશન સહિત યાથી રોકડ ની હેરાફેરી ની શકયતા ઊભી થાય છે તેવા તમામ સ્થળો પર આ યુનિટ કાર્યરત થઈ ગયું છે અને ચૂંટણીના પડઘમ ની વચ્ચે જ અમદાવાદમાં પણ ડેરી અને હોટલ ઉધોગ પર વ્યાપક પ્રમાણમાં દરોડા પડા છે તો બીજી તરફ પણ ૩૧મી માર્ચ એ નાણાકીય વર્ષ પૂં થતું હોવાથી નોટિસના જવાબો આવી રહ્યા છે. આ સંજોગોમાં ઇન્કમટેકસના અધિકારીઓને પણ ચાલુ વર્ષનો નાણાકીય ટેકસ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સીબીડીટી દ્રારા ખાસ પાકીટ કરવામાં આવી છે આથી કેવી રીતે એક પરિપત્ર બહાર પાડીને એકત્રિત માર્ચ સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવાની સૂચના આપી છે તેમજ ઇન્કમટેકસ ની તમામ ઓફિસ ૩૧ માર્ચ સુધી ખુલ્લી રહેશે. જેથી કરીને કરદાતાઓ ઇન્કમટેકસ ને સંબંધિત કામગીરી કરી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech