ગૂગલે તેની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પેને ફરીથી રીડિઝાઇન કરી

  • November 20, 2020 10:06 AM 475 views

ગૂગલે તેની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પેને ફરીથી રીડિઝાઇન કરી છે. ગૂગલે દાવો કર્યો છે કે નવો ફેરફાર ગૂગલ પે વપરાશકર્તાઓને નાણાં બચાવવામાં મદદ કરશે. ઉપરાંત, વપરાશકર્તાઓ તેમના ખર્ચ પર દેખરેખ રાખવા માટે સક્ષમ હશે. ગૂગલ પેના નવા ફેરફારો એન્ડ્રોઇડ સાથેના iOS વપરાશકર્તાઓ માટે હશે. જો કે, ગૂગલ તરફથી શરૂઆતમાં ગૂગલ પેમાં ફેરફાર ફક્ત યુએસ વપરાશકર્તાઓ માટે કરવામાં આવ્યો છે. જો કે ટૂંક સમયમાં ગૂગલ પેને ભારત સહિતના બીજા દેશોમાં પણ અપડેટ કરવામાં આવશે. 


શું બદલાશે 

ગૂગલ પેની જૂની એપ્લિકેશનમાં તમે હોમ પેજ પર બેંક કાર્ડની વિગતો અને તાજેતરના વ્યવહારો જોતા હતા. પરંતુ નવી ગૂગલ પે એપ્લિકેશનમાં માત્ર ટ્રાન્ઝેક્શનની વિગતો જ નહીં પરંતુ વપરાશકર્તાઓ તેમના દૈનિક ખર્ચની તપાસ પણ કરી શકશે. નવી એપ્લિકેશનમાં તમને ડિજિટલ પેમેન્ટની સાથે મેસેજિંગ ટૂલ પણ મળશે. ગૂગલ પે એપ્લિકેશન રીડિઝાઇન એપ્લિકેશનમાં વપરાશકર્તા સૌથી વધુ વ્યવહાર કરનારા લોકોને ટ્રેક પણ કરી શકશે. ઉપરાંત જો તમે કોઈ પણ કોન્ટેક્ટ પર ક્લિક કરશો તો તેની સાથેની તમામ જૂની વ્યવહાર વિગતો તે ચેટ ક્લિક બબલમાં દેખાશે. આ ચેટ બોક્સમાં તમને પેમેન્ટનો ઓપ્શન મળશે. જ્યાં તમે મની રીક્વેસ્ટ બીલ જોઈ શકશો. 

 

ફાલતું ખર્ચ પર નિયંત્રણ લાગશે. 
ગૂગલ પેમાં ગ્રૂપ ચેટ સુવિધા પણ હશે જેનાથી તમે ગ્રૂપ કન્ટ્રીબ્યુશન પણ કરી શકશો. એ પણ જોઈ શકશો કે કોનીએ ટ્રાંન્જેક્શન કર્યું છે અને કોનીએ નહી. ગૂગલ પેની શ્રેષ્ઠ સુવિધા એ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે જે વપરાશકર્તા વતી કાર્ડથી એપ્લિકેશનથી કનેક્ટ થવા પર આ એપ વપરાશકર્તાને તેમના ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ મળશે. 

 

ગૂગલ પે નવા ફીચર પર કામ કરી રહ્યું છે. 
કંપની એક નવા ફીચર પર પણ કામ કરી રહી છે, જે તમને કોઈ ખોટા વ્યક્તિને પૈસા મોકલવા અંગે ચેતવણી આપશે. ઉપરાંત, તમે કેટલાક નવા પ્રાયવસી કંટ્રોલ ફીચરને પણ કસ્ટમાઈજ કરી શકશો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application