ગૂગલ અને જિયોએ સંયુક્ત રીતે વિકસાવેલો સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ રજૂ કર્યો

  • June 26, 2021 10:49 AM 

વિવિધ ભાષાઓ અને ભાષાંતરના ફીચર્સ, જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ તથા સિક્યુરિટી અપડેટ્સ સહિત જિયોફોન નેક્સ્ટ સાચા અર્થમાં નવીનત્તમ ક્ષમતાઓ સાથે આવશે: અભૂતપૂર્વ ક્ષમતાઓ સાથે પોસાય તેવો સ્માર્ટફોન 10 સપ્ટેમ્બર 2021થી ઉપલબ્ધ થશે

 

ગૂગલ અને જિયો દ્વારા આજે સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલો મેડ-ફોર-ઇન્ડિયા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવી હતી, જે આ વર્ષના અંતભાગમાં રજૂ કરવામાં આવશે. ખાસ તૈયાર કરવામાં આવેલા ફીચર્સ સાથે એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોરનો લાભ લઈ વિકસાવાયેલી ઓપ્ટિમાઇઝ્ડ OS આધારિત જિયોફોન નેક્સ્ટ માટે બે ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશન્સે સમગ્ર ભારતના લાખો સ્માર્ટફોન વપરાશકર્તાઓની અનોખી જરૂરિયાતો સંતોષવા માટે ખભેખભા મિલાવી કામ કર્યું હતું.

 

ઇન્ટરનેટનો વપરાશ જ્યારે મૂળભૂત જરૂરિયાત બન્યો છે એવા સમયમાં, લાખો ભારતીયો ઇન્ટરનેટ, આ સુવિધાઓના ઉપયોગથી અને તેમની જિંદગી પર હકારાત્મક તથા તાત્કાલિક અસર કરી શકે તેવી માહિતી સહિતની સુવિધાઓથી વંચિત છે. ગૂગલની એન્ડ્રોઇડ ટીમ આ ભારતીયોની જરૂરિયાતો સંતોષવા માટે સખત પ્રયત્નો કરી રહી છે. ટેક્નોલોજી અને ગ્રાહકોની જરૂરિયાતની ઊંડી સમજ ધરાવતી બંને કંપનીઓ દ્વારા સુપિરિયર યુઝર એક્સપિરિયન્સ માટે નવો ચીલો ચાતરતી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરી છે. અને તેથી જલાખો ભારતીયો ડિજિટલ જીવન કેવી રીતે જીવી શકે છે તેના પર પુનર્વિચારણા કરવા માટે ગયા વર્ષથી તેમની પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખીને ગૂગલ અને જિયો દ્વારા એવો સ્માર્ટફોન અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે જેના પર વપરાશકર્તા પોતાની ભાષામાં કન્ટેન્ટ મેળવી શકે અને ફોનનો ઉપયોગ કરી શકે, એટલું જ નહીં તેમાં જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ સાથે સિક્યુરિટી અપડેટ્સ મળશે.

 

આ સંયુક્ત પ્રયાસો અંગે બોલતાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, “ભારતીયોને તેમની ભાષામાં પોસાય તેવી કિંમતે ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ મળે, ભારતીયોની અનોખી જરૂરિયાત સંતોષવા માટે નવા ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવી અને વેપાર-વ્યવસાયોને ટેક્નોલોજીથી સશક્ત બનાવવા એ અમારા આયોજનના કેન્દ્ર સ્થાને છે. આજે હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે અમે ગૂગલ સાથે વિકસાવવામાં આવેલો પોસાય તેવો જિયો સ્માર્ટફોન સાથે નવી શરૂઆત કરી અમારા વિઝન તરફ વધુ એક કદમ માંડ્યું છે. તેમાં ભાષા અને ભાષાંતરના ફીચર્સ હશે, જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ પણ મળશે. આ માત્ર ભારત માટે તૈયાર કરવામાં આવ્યો છે અને જેઓ પહેલીવાર ઇન્ટરનેટનો અનુભવ કરી રહ્યા છે તેમના માટે અનેક નવી સંભાવનાઓ ઉજાગર કરશે.”

 

આ ફોનની જાહેરાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તા ધરાવતી અને સૌથી વધુ પોસાય તેવી 4G સેવાઓ રજૂ કરી ભારતમાં જિયોએ સાચા અર્થમાં ડિજિટલ કનેક્ટિવિટીનું લોકતાંત્રીકરણ કર્યું છે... ગૂગલ અને જિયોની ટીમોએ સંયુક્તપણે સાચા અર્થમાં નવો ચીલો ચાતરતો સ્માર્ટફોન વિકસાવ્યો છે જેને અમે જિયોફોન નેક્સ્ટ કહીએ છીએ. જિયોફોન નેકસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો અત્યંત ગાઢ રીતે ઓપ્ટિમાઇઝ કરેલો અવતાર છે. અત્યંત પોસાય તેવી કિંમત હોવા છતાં જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટ, ઓટોમેટિક રીડ-અલાઉડ સ્ક્રીન ટેક્સ્ટ, ભાષાંતર, ઓગમેન્ટેડ રિયાલિટી ફીચર સાથેના સ્માર્ટ કેમેરા સહિત અનેક નવીનતમ ફીચર્સ ધરાવે છે. એક નવો જ ચીલો ચાતરે તેવી પ્રોડક્ટ વિકસાવવા માટે એક વૈશ્વિક ટેક્નોલોજી કંપની અને નેશનલ ટેક્નોલોજી ચેમ્પિયન સાથે મળીને કામ કરે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જિયોફોન નેક્સ્ટ આ વર્ષે 10 સપ્ટેમ્બર, એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વથી બજારમાં ઉપલબ્ધ થશે.”

 

તમારી પસંદગીની ભારતીય ભાષામાં આસાનીથી માહિતી મેળવી અને જાણી શકાય છે, જે વપરાશકર્તા પોતાની ભાષામાં પણ માહિતી વાંચી શકે તેમ નથી તેઓ તેમના સ્ક્રીન પર દેખાતી માહિતીનું તેમની ભાષામાં ભાષાંતર કરી શકે છે અને પોતાની જ ભાષામાં સાંભળી પણ શકે છે. રીડ અલાઉડ અને ટ્રાન્સલેટ નાઉ ફીચર વેબ પેજિસ, એપ્સ, મેસેજિસ અને ફોટોગ્રાફ્સમાં દેખાતી માહિતી સુધી વિસ્તારવામાં આવ્યું છે. એપ એક્શનનો ઉપયોગ કરીને લોકો ગૂગલ આસિસ્ટન્ટ આ ડિવાઇસ ઉપર અનેક જિયો એપ્સનો અનુભવ બહેતર બનાવી શકશે. આ ઉપરાંત લેટેસ્ટ ક્રિકેટ સ્કોર અથવા હવામાનની માહિતી જાણવા માટે ઉપયોગકર્તા ગૂગલ આસિસ્ટન્ટને પૂછી શકે છે, જ્યારે મનગમતું સંગીત વગાડવા માટે કે માય જિયો પર પોતાનું બેલેન્સ પણ ચેક કરી શકે છે.

 

જોરદાર કેમેરોઃ ઝડપી, ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કેમેરા આજના સ્માર્ટફોનનું અવિભાજ્ય અંગ છે, માટે જ ગૂગલ અને જિયોની ટીમોએ ગાઢ સહભાગિતા સાધીને અદ્દભૂત ફોટોગ્રાફ્સ અને વીડિયો લઈ શકાય તેવો કેમેરો વિકસાવ્યો છેઃ રાત્રિની સાફ તસવીરોથી લઈને લો-લાઇટની સ્થિતિમાં અને HDR મોડ સુધી ફોટોગ્રાફ્સમાં અનેક પ્રકારનું વૈવિધ્ય લાવવામાં આવ્યું છે, જે ભારતમાં પોસાય તેવા સ્માર્ટફોનમાં પહેલીવાર જોવા મળશે. ગૂગલે સ્નેપ સાથે સહભાગિતા કરીને ફોનના કેમેરામાં જ ભારતીય શૈલી અનુરૂપ સ્નેપચેટ લેન્સિસ મળે તેવી વ્યવસ્થા કરી છે અને આ અનુભવ સતત વધુ બહેતર બને એ માટે અમે કામ કરતાં રહીશું.

 

ઓનગોઇંગ ફીચર ડ્રોપ્સ અને લેટેસ્ટ સિસ્ટમ અપડેટઃ લેટેસ્ટ એન્ડ્રોઇડ રિલિઝ અને સિક્યુરિટી અપડેટ્સ સાથેનો આ અનુભવ અનેક નવા ફીચર સાથે વધુ બહેતર બનશે. બિલ્ટ ઇન ગૂગલ પ્લે પ્રોટેક્ટની સાથે ફોનમાં ગૂગલની લેટેસ્ટ સિક્યુરિટી અને મેલવેર પ્રોટેક્શન પણ મળશે. અને ગૂગલ પ્લે સ્ટોર સાથે ઉપયોગકર્તાને એવી તમામ એપ મળશે જે સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોન યુઝર રોજેરોજ ઉપયોગ કરે છે.

 

ગૂગલ અને જિયોની એન્જિનિયરિંગ તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમો પોસાય તેવા સ્માર્ટફોનનો અનુભવ વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને જ્યારે આ સ્માર્ટફોન લોન્ચ થશે ત્યારે પહેલીવાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લાખો ભારતીયોને શ્રેષ્ઠતમ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબ્ધ છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS