Google Meetમાં કરાશે ફેરફારો: કલાકો થતી મિટિંગ્સ પર થશે અસર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ મિટિંગ્સ અને બિઝનેસ ઓનલાઈન થઈ ગયા છે. અનેક એપ્લીકેશનો કલાકો સુધી મફતમાં ડિજીટલ મિટિંગ્સ કરવાની સુવિધા આપે છે. આવી જ એક સગવડ Google Meet દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

જોકે ૩૦ સપ્ટેમ્બરથી Google Meet દ્વારા તેના યુઝર્સ માટે Google Meetનાં ઉપયોગ માટે સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે અને હવે કલાકોની બદલે માત્ર એક જ યુઝર્સ આ વિડીયો કોલાની, કોન્ફરન્સની સુવિધાનો ઉપયોગ કરી શકશે.     

 

એપ્રિલ મહિનામાં કંપનીએ કહ્યું હતું કે ફ્રી પ્રોડક્ટ માટે સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવશે. જ્યારે વધુ Google Meetનાં ઉપયોગ માટે વિવિધ પેઈડ પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૩૦ સપ્ટેમ્બર સુધી ગૂગલ એકાઉન્ટમાં કોઈ પણ યુઝર્સ ૧૦૦ લોકો સાથે જોડાઈને મિટિંગ કરી શકે છે.

 

આ ઉપરાંત કંપનીએ તેના બ્લોગમાં જણાવ્યું હતું કે હવે યુઝર્સ તેના ટાઈટલ વ્યુમાં પોતાને જોઈ શકશે અને તેનો સ્ક્રિનશોટ પણ ક્લિક  તેમજ સેવ કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS