ગૂગલ ડૂડલે અલગ અંદાજમાં મહિલાઓને આપ્યું સન્માન, જુઓ વિડીયો

  • March 08, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ જાણીતો છે. જેમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સમાવેશ થાય છે. ગૂગલ ડૂડલે આ દિવસે મહિલાઓને વિશેષ અને અલગ અંદાજ માં સન્માન આપવા માટે તેમની પોતાની શૈલીમાં મહિલાઓને સન્માનિત પણ કર્યા છે. ગૂગલ ડૂડલે વીડિયો દ્વારા સ્ત્રી ઇતિહાસના દરેક ક્ષેત્રની પ્રથમ મહિલાને બતાવવાનો પ્રયાસ કર્યો છે.

આ 42-સેકન્ડના વીડિયોમાં ગૂગલે તે બધા નાયિકાઓનું સન્માન કર્યું છે જેઓ પ્રથમ ડોક્ટર, પ્રથમ વૈજ્ઞાનિક, પ્રથમ અવકાશયાત્રી, પ્રથમ કલાકાર અને પ્રથમ એન્જિનિયર છે. એનિમેટેડ વિડીયોમાં તે સ્પષ્ટપણે જોઇ શકાય છે કે મહિલાઓએ કેવી રીતે પ્રતિબંધની સાંકળો તોડીને સફળતા હાંસલ કરી છે.

ગૂગલ ડૂડલના વર્ણન પૃષ્ઠ પર લખ્યું છે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, જ્યાં અમે તમારા માટે મહિલા ઇતિહાસના દરેક ક્ષેત્રની પ્રથમ મહિલાની ઝલક લાવ્યા છીએ. અમે એવી મહિલાઓની વાર્તા લાવ્યા છે કે જેમણે તેમના ક્ષેત્રમાં સારું કાર્ય કર્યું છે અને અન્યને પ્રેરણા આપી છે. આ તમામ મહિલાઓએ શિક્ષણ, નાગરિક અધિકાર, વિજ્ઞાન, કલા અને દરેક અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે.
 

વિડીયોમાં, દરેક જુદા જુદા ક્ષેત્રની ઝલક બતાવવામાં આવી છે, જ્યારે અંતમાં, બધી મહિલાઓના હાથ એક સાથે બતાવવામાં આવ્યા છે, જેમાં સ્ત્રી શક્તિની ઝલક દેખાય આવે છે. મહિલાઓની પ્રથમ થીમ પર આધારીત આ વિડિઓને જોતા, એવું લાગે છે કે હવે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓએ તેમનો મહિમા લહેરાવ્યો ન હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS