દ્વારકાધીશની ધ્વજાજી ચડાવતા ભક્તો માટે આનંદના સમાચાર: રોજ 50 ભકતો મંદિરમા પ્રવેશ કરસે

  • May 24, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્વજાજી ચડાવવા આવતા ભક્તોને દસની મર્યાદામાં મંદિરમાં પ્રવેશ આપવાની છૂટ અપાઈ: પાચ ધ્વજાજીમા કુલ પચાસ ભકતો લાભ લેશે

વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજાજી મનોરથી માટે આનંદના સમાચાર મલ્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટતા આસ્થા લઈને  ભગવાન શ્રી દ્વારકાધીશજીની બાવન ગજની ધ્વજા ચડાવવા આવતા ભક્તોને મંદિરમાં દસ વ્યક્તિઓને  પ્રવેશ આપવાની છુટ અપાઈ છે.

ઉલ્લેખીયન છે કે, અત્યાર સુધી દ્વારકાધીશ મંદિરમાં ભાવિક ધ્વજાજીના મનોરથીઓને ધ્વજા ચડાવવા માટે મનોરથીના એક બ્રાહ્મણ ગોરને જ છૂટ હતી જે વધારીને ધ્વજાજી ચડવાતા ભક્તોને દસની મર્યાદામાં છૂટ અપાઈ છે. ભગવાન શ્રી દ્વારકાધીશજીની ધ્વજાજી ચડાવવાનું અનેરું મહત્વ હોય ઘણા સમયથી ભક્તો નિરાશ હતા આજથી ધ્વજાજી મનોરથીઓને દસ વ્યતિઓની મંદિરમાં દર્શન કરવા જવાની છૂટ દેવસ્થાન સમિતિ દ્વારા આપવામાં આવતા મનોરથી માટે આનંદના સમાચાર મલ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS