આગામી IPL 2025 માટે મેગા ઓકશનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેગા ઓકશનનું આયોજન 24 અને 25 નવેમ્બર 2024ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. મેગા ઓકશનની ઇવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના ખાતે યોજાશે. અને હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
મેગા ઓકશન જેદ્દાહમાં યોજાશે
તમામ 10 ફ્રેન્ચાઇઝીએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ત્યારબાદ બધાં મેગા ઓક્શનની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. ઓક્શનાની તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેગા ઓક્શન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યોજાઈ શકે છે. પરંતુ આઈપીએલ ઓથોરિટીએ જણાવ્યું છે કે મેગા ઓકશન જેદ્દાહમાં યોજાશે.
10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા
અહીં તમને જણાવી દઈએ કે આ વર્ષનું મેગા ઓકશન ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. જેમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને અર્શદીપ સિંહ જેવા ભારતના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. 10 ફ્રેન્ચાઇઝીસ પાસે 204 સ્લોટ માટે ખર્ચ કરવા માટે સામૂહિક રીતે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે નિર્ધારિત રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા છે. જેનો કુલ ખર્ચ રૂ. 558.5 કરોડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech