BREAKING NEWS

અધિક માસમાં બકરી ઈદ નિમિત્તે પશુ હિંસા અટકાવવા ગોંડલના ગૌ સેવકોની માંગ

  • May 26, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરગં દળ સહિતની વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્રારા આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને  ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં હાલમાં પુષોત્તમ માસ ચાલતો હોવાથી જાહેરમાં પશુહિંસા ન થાય અને કાયદો–વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે તકેદારી રાખવા રજૂઆત કરવામાં આવી છે.
પુષોત્તમ માસ નિમિત્તે વહેલી સવારે મહિલાઓ પૂજા–અર્ચના માટે જતી હોય છે. આ સમયગાળા દરમિયાન બકરી ઈદનો તહેવાર આવતો હોવાથી જાહેરમાં પશુઓની કુરબાની ન અપાય તેમજ માંસ–મટન, મૃત પશુઓના અવશેષો, ચામડા, લોહી અને હાડકાં જાહેર રસ્તાઓ પર કે યાં–ત્યાં ફેંકવામાં ન આવે તેવી માંગ છે.
એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાય એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. શહેરમાં અને જિલ્લ ામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અને કતલ થતી હોય તેવા વિસ્તારો પર સર્વેલન્સ રાખી કાયદેસરની રેડ કરવી. ભૂતકાળમાં યાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કે કતલખાના ચાલતા હોવાના બનાવો બન્યા હોય તેવા વિસ્તારોની ઓળખ કરી વોચ ગોઠવવી અને કડક કાર્યવાહી કરવી જોઈએ. ગૌવંશની ચોરી કે હિંસા ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ.
આગામી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ આવેદનપત્રની નકલ ગોંડલ ડી.વાય.એસ.પી. ને પણ મોકલી આપવામાં આવી છે.ગૌસેવકો ગોપાલભાઈ ટોળીયા,જયકરભાઇ જીવરાજાની,ગોરધનભાઈ પરડવા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, નલીનભાઇ જડીયા,  વિજયભાઈ ભટ્ટ, કેતનભાઇ મહેતા,રાજુભાઇ ભજીયાવાળા, રશ્મિભાઇ અગ્રાવત, જયભાઈ મકવાણા વગેરે એ આવેદનપત્ર પાઠવ્યુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application