યેનકેન પ્રકારે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.ત્યારે ગોંડલમાં રહેતા વેપારીને ક્રેડિટ કાર્ડ પર રીવર્ડ પોઈન્ટ મળ્યા છે તેમ કહી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 1.87 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કિસ્સામાં જસદણમાં યુવાનને તમે લોન લીધી છે તેના 1500 આપવા પડશે તેમ કહી યુવાનના ફોટા એડિટ કરી આ અશ્લીલ ફોટા તેના મિત્ર અને સંબંધીઓને મોકલી પૈસા પડાવવાની કોશિશ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં ભગવતપરા શેરી નંબર 19/2 ના ખૂણે રહેતા અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશન સામે રાઠોડ નામની હેન્ડલૂમની દુકાન ધરાવનાર ઇમરાન કાદરભાઈ રાઠોડ (ઉ.વ 35) નામના યુવાને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં હિન્દી ભાષી આદિત્ય શ્રીવાસ્તવ નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.4/7 બપોરના સમયે તે પોતાની દુકાને હતો ત્યારે એક અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો અને આ શખસે પોતાનું નામ આદિત્ય શ્રીવાસ્તવ હોવાનું અને તે એક્સિસ બેન્કનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું તેણે વેપારી યુવાનને કહ્યું હતું કે, તમારા ક્રેડિટ કાર્ડ પર 4999 ના રીવર્ડ પોઈન્ટ મળ્યા છે જેનો ઉપયોગ કરી તમે કોઈપણ ચીજ વસ્તુ ફ્રી માં ખરીદી કરી શકશો. આ રિવર્ડ પોઇન્ટના નાણાં તમારે જોઈતા હોય તો હું જે લિંક મોકલું તે લિંક ખોલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. જેથી વેપારીએ આવેલી લિંક ઓપ્ન કરી 752માય કાર્ડ-2 એપીકે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. બાદમાં તેને કોઈ મેસેજ આવ્યો ન હતો થોડીવાર બાદ બે મેસેજ આવ્યા હતા જેમાં પ્રથમ 1,46,694 અને બીજો મેસેજ 40,401 નો મેસેજ આવ્યો હતો આમ કુલ રૂપિયા 1,87,095 ઉપડી ગયાના મેસેજ આવતા યુવાનને પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેણે તુરંત હેલ્પ લાઈનમાં મેસેજ કર્યો હતો બાદમાં બેંકે જઇ તપાસ કરતા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી પૈસા ઉપડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં અરજી કયર્િ બાદ આ બાબતે હવે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જસદણમાં વાજશુરપરા વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનાર યસ રેણુકા (ઉ.વ 27) નામના યુવાનની ફરિયાદ પરથી ત્રણ ફોન નંબરના ધારક અને ગેઈમ એપ્ના ધારક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે નોકરી પર હતો ત્યારે એક શખસે તેને કોલ કરી તમે કેન્ડી ક્રસ એપમાંથી રૂા. 1500ની લોન લીધી છે તે રકમ અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરી દે કહેતા તેને કોઈ લોન લીધી નથી તેવો જવાબ આપ્યો હતો. આથી કોલ કરનાર શખસે તારા મોબાઈલ કોન્ટેક્ટ મારી પાસે આવી ગયા છે, હું તાર ફોટા એડીટીંગ કરીને અશ્લીલ ફોટા તારા કોન્ટેક્ટ નંબરમાં વોટ્સએપમાં મોકલીશ તેવી ધમકી આપી હતી. બાદમાં આ શખસે યુવાનના અશ્લીલ ફોટા તેના મિત્ર અને કાકાને મોકલ્યા હતા. બાદમાં કોલ કરીને પૈસાની માંગણી કરતાં પોલીસમાં અરજી કરી હતી. તેણે એક ગેઈમસની એપીકે એપ ડાઉનલોડ કરી હોય તેના ઉપર ભૂલથી ક્લીક થઇ જતા અને તેને પરમિશન આપી દેતા તેના કોન્ટેક્ટ સહિતની વિગતો ગઠીયા પાસે રહી હતી એટલું જ નહીં ગઠીયાઓએ પૈસા મોકલવા યુપીઆઈ આઈડી પણ આપ્યા હતા. હાલ આ અંગે જસદણ પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech