BREAKING NEWS

ગોંડલ વેપારી સાથે કેરળની પેઢીની રૂપિયા ૧૦.૮૭ લાખની છેતરપિંડી

  • May 02, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મૂળ પોરબંદરના બોરીચા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા વેપારીએ ગોંડલના ગુંદાળા ગામ સ્થિત ગોડાઉનથી કેરળના વેપારીને ૯૫.૮૭ લાખના ધાણા મોકલ્યા હતા જેમાં ૮૫ લાખનું પેમેન્ટ કેરળની પેઢી એડવાન્સ કરી આપ્યું હતું. પરંતુ બાકી રહેતી રકમ પિયા ૧૦.૮૭ લાખ ન ચૂકવી વેપારી સાથે છેતરપિંડી કરી હોય જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલમાં રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે રવિરત્ન પાર્ક સી–૪ લેટ નંબર ૭ માં રહેતા મૂળ પોરબંદરના બોરીચા ગામના વતની વિરમભાઈ જીવાભાઇ ખુંટી(ઉ.વ.૨૯) દ્રારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આશિક ટ્રેડર્સ નામની પેઢીના માલિક આશિક ભાઈ મહેન્દ્રનન કે જેમની ઓફિસ કેરળમાં કાલિકટ નવ ૩૪૨ ડી બિગ બજારમાં આવેલી હોય તેનું નામ આપવામાં આવ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૩૧૮ (૪) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિરમભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે આરોપી આશિક ટ્રેડર્સ નામની પેઢીના માલિક આશિક મહેન્દ્રનને ૮૨,૨૦૦ કિલો ધાણા કે જેની કિંમત પિયા ૯૫,૮૭,૦૦૮ થતી હોય તે ધાણા આરોપીએ આપેલા ઓર્ડર મુજબ ગોંડલના ગુંદાળા ગામની સીમમાં પાટીદડ રોડ પર સોહનલાલના ગોડાઉનથી ટ્રકમાં ભરીને મોકલાવ્યા હતા. આરોપીએ એડવાન્સમાં પિયા ૮૫ લાખ ફરિયાદીને ચૂકવી આપ્યા હતા. બાકી રહેતી રકમ પિયા ૧૦.૮૭ લાખ ધાણાનો ચોથો ટ્રક આવ્યા બાદ મોકલી આપવાનું આરોપીએ કહ્યું હતું. આરોપીના કલ્યાણ મુજબ, ફરિયાદીએ ચોથો ટ્રક પણ મોકલી આપ્યો હતો અને ત્યારબાદ બાકી રહેતી રકમ . ૧૦.૮૭ લાખની માંગણી કરતા આરોપી બહાના આપવા લાગ્યો હતો અને બાદમાં આજદિન સુધી આ રકમ ફરિયાદીને ન ચૂકવી પિયા ૧૦.૮૭ લાખની ઠગાઈ કરી હોય જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application