ગોંડલ વહીવટી તંત્ર તાઉતે વાવાઝોડાને લઇ હરકતમાં

  • May 18, 2021 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ બાલાશ્રમ પાસે આવેલ નિચાણવાળા વિસ્તારમાંથી ૧૦૦થી વધુ પરિવારના ૪૫૦થી ૫૦૦ લોકોનું સ્થળાંતર. ગ્રામ્યમાં ચોરડી, લીલાખા, નવાગામ, વાસાવડ, અનિડા સહિતના ગામોમાંથી લોકોનું કરાયું સ્થળાંતર. ડે.કલેકટર, મામલતદાર, પોલીસ તંત્ર, નગરપાલિકા, સહિતના લોકો દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. ગોંડલ શહેરની રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાણાવસિયા સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

ધારાસભ્યના પુત્ર જયોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા લોકોને બિનજ‚રી ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ હતી. ગામમાં ૧૫૦ જેટલા લોકો માટે તાત્કાલિક સ્થળાંતર કરવા માટેની આગામી જમવા તથા રહેવા માટે વ્યવસ્થા કરાવી તથા ગ્રામ્ય મામલતદાર, બ્રિજેશ કાલરિયા, તાલુકા પંચાયતના ટીડીઓ ઠાકર અને તાલુકા પંચાયતના સદસ્ય હરિશ્ર્ચંદ્રસિંહ ઝાલા દ્વારા આ વિસ્તારની ‚બ‚ મુલાકાત લઇને લોકોને વૃક્ષ તેમજ ઇલેક્ટ્રિક પોલ નજીક નહીં જવા સૂચના આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS