BREAKING NEWS

ગોંડલ: બોલેરો અંડરબ્રીજની રેલિંગ સાથે અથડાતા બ્રીજ નીચે પટકાતા ત્રણનાં મોત

  • April 27, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રીજ ઉપર શનિવારની રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ વાન બ્રીજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા છ વ્યકિતઓ બ્રીજ નીચે પટકાતા બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપયા હતા. સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું હતું. યારે ચાર વ્યકિતઓને ગંભીર ઈજાઓ પંહોચી હતી. પ્રા વિગત મુજબ રાજકોટ થી બોલેરો પીકઅપ વાન જુનાગઢનાં વિસાવદર નાં  ધ્રાફળ ડેમ તરફ મચ્છીમારી  કરવા જઈ રહી હતી. બલેરો પીકઅપ વાનનાં ઠાઠામાં માચ્છીમારીની નેટ ભરેલી હોય તેનીઉપર ૧૬ વ્યકિતઓ બેઠી હતી.
દરમિયાન રાત્રીનાં ૧૧ નાં સુમારે ગોંડલ ગુંદાળા ચોકડી પરનાં ઓવરબ્રિજ પર પંહોચેલી બલેરોનાં ચાલકે કાબુ ગુમાવતા બલેરો બ્રીજ ની રેલિંગ સાથે ઘડાકાભેર અથડાતા નેટ ઉપર બેઠેલા  કૃષ્ણનંદન રામબલી સહની, રિતેષકુમાર ઓપીન્દર સહની,સન્ની સહની વિકાસ મિથેલેસ સહની,ચંદન નરેશ સદા,ગુલાબ રામબલી સહની બ્રીજ પર થી ફંગોળાઇ  ૨૦ ફુટ નીચે પટકાતાં માથા નાં ભાગે ગંભીર ઈજાઓ ને કારણે કૃષ્ણનંદન સહની ઉ.૨૫ તથા રિતેષકુમાર સહની ઉ.૧૮ નું ઘટનાસ્થળે મોત નિપયા હતા.
યારે સન્ની સહની,વિકાસ સહની,ચંદન સદા અને ગુલાબ સહની ને ઇજાગ્રસ્ત બન્યાં હતાં. જેમાં સારવાર દરમિયાન ગુલાબ સહનીનું મોત થયું હતું.
અકસ્માતની જાણ થતા જ  યુવા આગેવાન ગણેશભાઈજાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. રાહત કામગીરી માટે માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સ, ૧૦૮ સેવા તેમજ શિવમ ટ્રસ્ટની એમ્બ્યુલન્સો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
મૃતક બન્ને યુવાનો બિહાર નાં વતની હતા.હાલ રાજકોટ આજીડેમ પાસે રહેતા. અને માચ્છીમારી નો વ્યવસાય કરતા હતાં.
 બોલેરો ગાડીમાં ઘરવખરીના સામાન સાથે ગેસ સિલિન્ડર પણ રાખેલા હતા. સદનસીબે, અકસ્માત દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ન હતો, નહીંતર મોટી જાનહાનિ થવાની શકયતા હતી.
બનાવ અંગે બી'ડીવીઝન પોલીસ નાં આર.ટી.પરમારે સુરજ સહનીની ફરિયાદ લઇ બલેરો ચાલક રાજકોટ નાં મૌલિક ધનજીભાઇ રાઠોડ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application