ગોંડલમાં રૂા. ૫૦,૦૦૦ના લાંચના છટકામાં પકડાયેલ ગોંડલ નગર પાલીકના ફાયર સ્ટેનના ફાયર ઓફીસર સંજયભાઈ વિરમભાઈ વાસાણીને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર મુકત કરવા હત્પકમ કર્યેા હતો.આ કેસની વિગત મુજબ, આરોપી સંજય વસાણી ગોંડલ નગર પાલીકા ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ફરિયાદી પાસેથી રૂા. ૫૦,૦૦૦ની લાંચ લીધી હતી.
જે અંગે રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનીયમ, ૧૯૮૮(સુધારો –૨૦૧૮) ની કલમ–૭ (એ), ૧૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો. આરોપીને પકડી પોલીસે જેલ હવાલે કરેલ હતી.જેલમાંથી આરોપીએ ગોંડલ સેશન્સ કોર્ટમાં તેમના એડવોકેટ રાકેશભાઈ દોશી તથા રાજેશ કનુભાઈ ધ્રુવ મારફત ચાર્જશીટ પછી રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. જેથી સરકારી વકીલે એવી દલીલ કરેલ કે, આરોપીએ પોતાના હોદાનો દુરઉપયોગ કરીને લાંચની રકમ સ્વીકારેલ. રૂા.૫૦,૦૦૦ સ્વીકારતા રંગેહાથે પકડાયેલ છે. રીકવર કરવામાં આવેલ છે. પ્રથમ દર્શનીય રીતે ગુનો બને છે. જામીન પર મુકત નહીં કરવા દલીલ કરેલી.જેની સામે આરોપીના વકીલે દલીલ કરેલ કે, તપાસ પુર્ણ થતા ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ છે. પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટની કલમ૭(એ), ૧૩(૨) વિગેરે મુજબનો કોઇ ગુન્હો કે તત્વો ફલીત થતા નથી. ફરીયાદીએ યેન કેન પ્રકાર ખોટી રીતે અરજદારને સંડોવી દીધેલ છે. સાથે વિવિધ કોર્ટનાં ચુકાદા ટાંકયા હતા. જે ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હત્પકમ કોર્ટે કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application