ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં ગોડાઉનમાં આગ લાગતા લાખોના બારદાન ખાક

  • March 04, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં મંગળવાર ની મોડી રાત્રે વનરાવન નામના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કારખાનાની મશીનરી અને બારદાનના જથ્થાને બળીને ખાખ કરી નાખ્યો હતો.


આગની ઘટના ના બનાવ અંગે બરદાનના માલિક ગણેશ જ્યૂટ કંપની વાળા પ્રકાશભાઈ ઈડા જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી રાત્રીના ૧૨:૩૦ વાગ્યા જેવો સમય હોય ગોડાઉનના બીજા ભાગમાં ૭થી ૮ કર્મચારીઓ સુતા હતા પરંતુ તેને આગનો ખ્યાલ આવે તે પહેલાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું મને જાણ કરતા હું તુરત જ સ્થળ પર પહોંચ્યો હતો પાલિકાના ફાયર ફાયટરોએ આગ બુઝાવવા ના પ્રયત્નો કર્યા હતા પરંતુ આ દરમિયાન આશરે ૧૦થી ૧૨ લાખ રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS