BREAKING NEWS

અમદાવાદમાં સાબરમતીના પટમાં ગોલ્ડ: સિક્કા, સોના-ચાંદી શોધવા પડાપડી

  • May 12, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની સાબરમતી નદીના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી છેલ્લા 25 દિવસથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે ત્યારે સાબરમતી નદીમાં રોજ સવાર થતા નદીના પટમાં મેળો લાગ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને અમદાવાદીઓમાં કુતૂહલ પામી છે.ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને સાબરમતીના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કામકાજ ચાલી રહ્યું છે જેથી નદીને સંપૂર્ણ ખાલી કરવામાં આવી છે ત્યારે નદીના પટમાં શ્રમજીવીઓ પ્રાણી આજીવિકા ચલાવવા માટે જીવાડી રહ્યા છે, આ કોઈ અમદાવાદ ના નથી પણ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી અમદાવાદની સાબરમતી નદીના પટમાં આવીને ખોદકામ કરીને રૂપિયા, પૈસા, સોના ચાંદીના સિક્કા અને કિંમતી ધાતુઓની શોધખોળ કરી રહ્યા છે. આમ અમદાવાદની સાબરમતી નદીમાં નાગરિકો પૂજા વિધિ બાદ નદીમાં અનેક વસ્તુઓ પધરાવતા હોય છે જેમાં ચાંદીની ગાય, સોના ચાંદીના સિક્કા પણ પડાવતા હોય છે જ્યારે અમુક લોકો પૂજા સામગ્રી સાથે પૈસા પણ પધરાવતા હોય છે ત્યારે આ તમામ ચીજવસ્તુઓ નદીની માટીમાં ગરકાવ થઈ જાય છે. જેથી સાબરમતી નદી ખાલી થવાના કારણે લોકો શોધખોળ કરવા આવે છે એક દિવસમાં ઓછામાં ઓછા 400 થી 500 રૂપિયાની શોધખોળ કરે છે, નસીબ હોય તો સોના ચાંદીની ચીજવસ્તુઓ પણ મળી આવે છે. આમ સાબરમતી નદીમાં લોકો ફરવા માટે આવે છે પણ અમુક પરિવારો સાબરમતી ખાલી થવાની રાહ જોઈને બેઠા હોય છે અને ક્યારે સાબરમતી નદી ખાલી થાય અને ત્યાં શોધખોળ કરે, આમ સાબરમતી નદી ખાલી થવાથી પણ લોકોને રોજગારી અને આજીવિકા આપી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application