સોનું ફરી તૂટયું, 24 કેરેટ સોનાનો ભાવ એક હજાર ઘટ્યો, જાણો નવો ભાવ

  • May 08, 2025 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઈક અને વૈશ્ર્વિક બજારમાં ડોલરની અનિિતતાની અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ફરીથી રાજકોટની સોની બજારમાં આજે ૨૪ કેરેટ સોનાની પ્રતિ ૧૦ ગ્રામની કિંમત સીધી એક હજાર ઘટીને ૯૯,૭૦૦ નોંધવામાં આવી છે.



રોકાણકારો દ્રારા સોનાની થઈ રહેલી સતત ખરીદી બાદ હવે ભારતમાં પણ યુધ્ધની સ્થિતિના ભણકારા વચ્ચે સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવમાં થઈ રહેલી વધ–ઘટના પગલે સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવમાં ફેરફાર થતો જોવા મળ્યો છે. સોનાના ભાવ ગઈકાલે રાજકોટની સ્થાનિક બજારમાં ૨૪ કેરેટ સોનાના પ્રતિ ૧૦ ગ્રામના ભાવ ૧,૦૦,૭૦૦ થયા બાદ આજે ફરી એક હજાર રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. જયારે ૨૨ કેરેટ સોનાની પ્રતિ ૧૦ ગ્રામની કિંમત ૯૧,૩૦૦ જોવા મળી છે.


ખાસ કરીને ગઈકાલે અમેરિકી ડોલરે ૩૪૦૦ની સપાટીને પાર કરી હોવાથી સોનાના ભાવ સ્થાનિક બજારમાં પણ વધ્યા હતા તો અમેરિકી ફેડરલ રીઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ દ્રારા અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટૈરિફ નીતિઓના કારણે અમેરિકામાં ડોલરની અનિિતતા વચ્ચે મુદ્રામાં જોખમ વધવાની ચેતવણી વચ્ચે આજે સ્થાનિક બજારોમાં ફરી સોનાની કિંમતમાં રૂા. એક હજારનો કડાકો જોવા મળ્યો છે. લગાળામાં લોકો ખરીદી માટે હજુ પણ ભાવ ઘટાડા પર મીટ માંડીને બેઠા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application