સોનાની ખાઈ શકાય તેવી સેન્ડવિચ, કિંમત રૂપિયા 25,000

  • February 23, 2021 02:52 PM 705 views

પશ્ચિમના દેશોમાં જાણીતી સેલિબ્રિટીઝના પર્સનલ શેફ રહી ચૂકેલા એન્દ્રે ઝાગાટીએ પખવાડિયા પૂર્વે લંડનના ન્યુ ચેલ્સિયામાં ‘મિસ્ટર ઝેડ લક્ઝરી સેન્ડવિચિઝ’ નામે બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં તેઓ 25 પાઉન્ડ્સ (અંદાજે 2500 રૂપિયા)થી શરૂ કરીને 250 પાઉન્ડ્સ (અંદાજે 25,000 રૂપિયા)ની સેન્ડવિચ વેચે છે. હાલમાં દિવસ દરમિયાન તેમની 30 સેન્ડવિચ વેચાય છે. 25,000 રૂપિયાની સેન્ડવિચમાં જાતજાતની ચીજો હોય છે. જો કે એની કિંમત અધધધ હોવાનું કારણ તેમાં લગાવવામાં આવતું 24 કેરેટ સોનાનું વરખ છે. જો તમને આટલી મોંઘી સેન્ડવિચ ન પોસાય તો એન્દ્રે ઝાગાટીએ 35 પાઉન્ડ (અંદાજે 3500 રૂપિયા) અને 50 પાઉન્ડ (અંદાજે 5000 રૂપિયા) સહિત જુદી-જુદી કિંમત ધરાવતી અનેક વરાઇટીની સેન્ડવિચ પણ તૈયાર કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS