BREAKING NEWS

રાજકોટમાં સોનું 1,40,300 અને ચાંદી 2,44,000ને પાર પહોંચી, વાયદા બજારમાં મોટો ઉછાળો

  • January 05, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક પરિવર્તનના કારણે આજે સોમવારે તારીખ 5 જાન્યુઆરીના રોજ સપ્તાહના પ્રથમ દિવસે વાયદા બજારમાં પણ કીમતી ધાતુઓ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધવામાં આવ્યો છે. જીએસટી વિના ચાંદીના ભાવ


સોનામાં અંદાજે રૂ. રૂ.1000થી વધુ વધારો 

રૂ.2250 ઉછળીને રૂ.2,36,775 પ્રતિ કિલો પર પહોંચ્યા હતા. જ્યારે સોનાના ભાવમાં પણ અંદાજે રૂ. રૂ.1000 થી વધુ વધારો આવ્યો હતો. રાજકોટની સોની બજારમાં જીએસટી સાથે ચાંદીના ભાવ રૂ.2,43,878 પ્રતિ કિલો એટલે કે રૂ.2,44,000ની સપાટી પર, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,40,000ને પાર 140,307 પર પહોંચી ગયા છે.


ચાંદીનો ભાવ રૂ.2,34,550 પર બંધ થયો

આઈ.બીજે.એ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શુક્રવારે બે જાન્યુઆરીએ જીએસટી વિના ચાંદીનો ભાવ રૂ.2,34,550 પર બંધ થયો હતો. જ્યારે જીએસટી વિના સોનું 1,34,782 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે જીએસ વિના સોનુ રૂ.1,35,721 પર ખુલ્યું હતું. જોકે સોનું 29 ડિસેમ્બર 2025ની સર્વોચ્ચ સપાટી કરતાં રૂ. 2440 જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 2,43,000 483 કરતા 663 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application