સોનુ અને ચાંદી બંને ઐતિહાસિક સપાટીને પાર કરી ચૂકયું છે. ગઈકાલે સાંજે ચાંદી ઓલ ટાઈમ હાઈ સાથે ૯૫૦૦૦ ને પાર કરી ગયા બાદ આજે આંશિક નીચે સરકી છે. યારે સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક ૭૬,૭૦૦એ આવી જતા ટૂંક સમયમાં ૮૦,૦૦૦ ની સપાટી સુધી પહોંચી જશે અને ચાંદી પણ એક લાખ ની સપાટી પાર કરશે તેવી બુલિયનના વેપારીઓની ધારણા તરફ આગળ ભાવ વધી રહ્યા છે.
સોનાની ધાતુ સાથે ચાંદીના ભાવ પણ તોફાની તેજી થી આગળ વધી રહ્યા છે. ગઈકાલે સાંજે માર્કેટ બધં થાય તે પૂર્વે ભાવમાં આક્રમક તેજી આવી હતી. આજે ટ્રેનિંગ દરમિયાન સિલ્વર યુચર નો ભાવ ૯૪,૨૪૦ યારે સિલ્વર નેકસટ ૯૫૯૨૪ સુધી પહોંચ્યું છે. ઔધોગિક માંગ વધતા ચાંદીના ભાવમાં જબરો ઉછાળો આવ્યો હોવાનું મહત્વનું કારણ સામે આવ્યું છે. યારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ આજે ૭૬૦૦૦ ની સપાટીને પાર કરી ચુકયો છે ઝવેરીઓના જણાવ્યા મુજબ આ સપાટી ગોલ્ડ પ્રથમ વખત પહોંચ્યું છે. આ લખાય છે ત્યારે ૨૪ કેરેટ ગોલ્ડના ૭૬,૭૬૪ ભાવ ૧૦ ગ્રામના નોંધાયા હતા. ગઈ કાલથી લઇ આજ સુધીમાં ૧૦૦૦ પિયાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૪ માં અત્યાર સુધીમાં ચાંદીમાં ૬૦% ઉછાળો મે મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ આવ્યો છે. એવી જ રીતે સોનાની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં ૬૫,૪૦૦ ભાવ ૧૦ ગ્રામ સોનાનો ભાવ હતો યારે આજે મે મહિનામાં ૭૬ હજારને પાર કર્યા ની સાથે પાંચ મહિનામાં ૧૧,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ સોનુ મોંઘું થયું છે. સોનુ અને ચાંદી બંને કિંમતી ધાતુમાં દિનપ્રતિદિન ભાવ સળગી રહ્યા હોવાથી તેની અસર ખરીદી પર વર્તાઈ રહી છે. બુલિયન બજાર ના સુત્રો એ એવી શકયતા વ્યકત કરી હતી કે સોનાનો ભાવ ૮૫ હજાર સુધી ટૂંક સમયમાં પહોંચી જશે યારે ચાંદીનો ભાવ ૧,૦૦,૦૦૦ સુધી આવશે. ટકાવારી ની દ્રષ્ટ્રિએ સોનાના ભાવની તુલનામાં ચાંદીમાં વધુ વળતર જોવા મળી રહ્યું છે મે મહિનામાં ચાંદીના ભાવમાં ૧૧% થી વધુ વળતર મળ્યું છે.
ચાંદીના ઉત્પાદન સામે ૩૦%થી વધુ વેચાણ, હજુ ભાવ વધશે
પ્રેમજી વાલજી વેલર્સના હરીશભાઇ સોનીએ જણાવ્યું હતું કે અત્યારે વૈશ્વિક કક્ષાએ ઉધોગોમાં ચાંદીની માંગ ખૂબ જ વધી છે, ખાસ કરીને સેમી કંડકટ ચિપ અને ઈલેકટ્રીક વાહનો માટે ચાંદી ની માંગ વધી હોવાથી સામે ઉત્પાદન ઓછું થયું છે આથી ભાવ વધવાનો એક આ મહત્વપૂર્ણ કારણ હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં જણાવે છે કે, ચીન બલ્કમાં ચાંદીની ખરીદી કરી રહ્યું છે. ભૂતકાળમાં યારે કીમતી ધાતુ ની માંગ વધતી ત્યારે સામે એટલો જ સ્ટોક પણ વેચાતો પરંતુ અત્યારે પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે સ્ટોક ઓછો છે અને સામે ડિમાન્ડ વધી રહી છે.
ટૂંક સમયમાં ચાંદી એક લાખનો ટાર્ગેટ પૂરો કરશે
સોની બજારના જાણીતા વેપારી નિખિલભાઇ બારભાયાએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચાંદી એક લાખનો ટાર્ગેટ પૂર્ણ કરશે. ઉત્પાદન પ્રક્રિયા માટે ચાંદીની માંગ વધી છે જેને અસર ભાવ પર મંડાઈ રહી છે યારે સોનાના ભાવ માટે તેમણે એવી ધારણા વ્યકત કરી હતી કે ૭૬,૦૦૦ થી ૭૭,૦૦૦ ની સપાટી સુધી સોનુ પહોંચશે, તેનાથી આગળ હાલ પૂરતું પહોંચવાની શકયતા નહિવત છે. આ સપાટી આવીને સોનાનો ભાવ સ્થિર થઈ જશે
બંને કિંમતી ધાતુ સડસડાટ આગળ વધતા સ્થાનિક માગમાં ઘટાડો
જાણીતા ઝવેરી જયેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે, ૨૪ કેરેટ સોનાના ભાવ ૭૬૦૦૦ સુધી પહોંચી ગયા છે યારે ૨૨ કેરેટ દાગીનાના ભાવ ૬૮,૩૦૦એ પહોંચી ગયા છે તો સાથોસાથે ચાંદીમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે મે મહિનાના ૧૫ દિવસમાં જ ચાંદીની ચમક પુરબહારમાં ખીલ્યાં છે.૬૦ ટકા ઉછાળો આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech